November 21st 2010

શરણુ લીધુ

                            શરણુ લીધુ
 
તાઃ૨૧/૧૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનમાં આવે ઉમંગ,અને પ્રેમ સૌનો મળી જાય
શાંન્તિ આવી દ્વાર ખોલે,જ્યાં શરણે પ્રભુને જવાય
                            ……….જીવનમાં આવે ઉમંગ.
મનને માયા લાગે પ્રભુની,ને કીર્તન ભજન થાય
ઉજ્વળ જીવન જીવવાજગમાં,સ્મરણ પ્રભુનુ થાય
સવાર સાંજને પકડી લેતાં,મન ભક્તિએ પરોવાય
શરણં મમઃ શરણં મમઃથી,શરણુ પ્રભુનુ મળી જાય
                               ………જીવનમાં આવે ઉમંગ.
નિત્ય સવારની પહેલી કિરણે,ગાયત્રી મંત્ર સ્મરાય
સ્વહ નો જ્યાં સ્વરમળે,ત્યાં પરમાત્મા પણ હરખાય
મુક્તિદ્વાર ખુલતા ચાલે,જેની અનુભુતીય મળી જાય
વરસે વર્ષા પ્રભુ કૃપાની,ત્યાં શરણં મમઃને સમજાય
                           …………જીવનમાં આવે ઉમંગ.

==============================

November 21st 2010

ગુજરાતીગુજરાત

                     ગુજરાતીગુજરાત

તાઃ૨૧/૧૧/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુજરાતી વાણી ભઈ એવી,લાગે સૌને એ ન્યારી
ગુજરાતીની પ્રીત પણ પ્યારી,પ્રેમે જગમાં જાણી
એવી અમારી આ વાણી,ગુજરાતી ભઈ ગુજરાતી.

સુર્યદેવને પુંજે પ્રભાતે,ને અર્ચના પ્રેમે એ કરતા
સ્નેહની સાંકળમાં રહીને,એ નાસ્તો હળવો જલેતા
પાવન ધરતીની એકૃપા,સંસ્કાર જીવનમાં રહેતા
વડીલને વંદન રોજ કરીને,જીવન ઉજ્વળ કરતા
અવા પ્યારા ગુજરાતી,આખી દુનીયામાં મળતાં.

પાવનભુમી ગુજરાતછે,જ્યાં શૌર્યવીર છે જન્મ્યા
નામની ચિંતા મુકી દઈને,કામ પવિત્ર કરીલીધા
ભક્તિનો પ્રવાહ પણ એવો,જ્યાં સંતોનેય પુંજાય
પાવન કર્મ કરતાં દેહે,આ જન્મ સફળ થઈ જાય
એવી પવિત્રભુમી જગમાં,ગુજરાતને જ કહેવાય.

_++++++++++++++++++++++++++++++++

જય જય ગુજરાત,જય જય ગરવી ગુજરાત જય ગુજરાત

**********************************

November 19th 2010

सच्चाइ

                    सच्चाइ

ताः१९/११/२०१०                प्रदीप ब्रह्मभट्ट

चाहे आसमानको छुलो तुम,या पंख लगालो चार                      
पहोंच शका ना कोइ जगमें,जहां परमात्माका द्वार
                           …….चाहे आसमानको छुलो तुम.
सच्चाइ सामने खडी हो,फीरभी ना पहेंचाने पळवार
ज्योत प्रेमकी जलती हो,तो मीलजाये जगमें प्यार
सोच समजके कदम मीलालो,मील जायेगा सथवार
आज नहीं तो कल मील जायेगा,प्रभु श्रीरामका द्वार
                         …….चाहे आसमानको छुलो तुम.
चाहे आसमानमें उडके चलो,या जमीनपे लंबी दौड
एक सहारा परमात्माका,ना चाहो साथ जगमें ओर
सच्चाइ सामनेआके खडी है,स्वीकारलो मनसे आज
मिल जायेगा जीवको जगमें,ना मोह लेगा तेरासाथ 
                      ………चाहे आसमानको छुलो तुम.

===================================

November 18th 2010

ભેદભાવની રીત

                         ભેદભાવની રીત

તાઃ૧૮/૧૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માનવ દેહ જગત પર,પ્રભુ કૃપા કહેવાય
ભેદભાવને ભુલીજીવતા,આજન્મ સફળ થઈજાય
                   ……….મળેલ માનવદેહ જગત પર.
તારું મારું એછે નાની સમજ,જે સમયે જ સમજાય
પ્રેમ મળીજાય જીવને,જ્યાં એક કુટુંબમાંજ રહેવાય
તકલીફની નાની દોરી જોતાં,સગાંસ્નેહી મળી જાય
ભાગે દુર આવતી વ્યાધી,સૌના પ્રેમે સુખ મેળવાય
                    ……….મળેલ માનવદેહ જગત પર.
ભેદભાવની આ વિશાળ કાયા,ના ધર્મકર્મથી છોડાય
બુધ્ધિને ના સમજ આવે,જ્યાં જ્ઞાતિભાવ મળી જાય
નાતજાતના આ દરીયામાંતો,માનવી ફસાઇ જજાય
ભેદભાવના આ સકંજામાં તો,ખુન ખરાબા થઈ જાય
                     ………..મળેલ માનવદેહ જગત પર.
ધર્મના વાડા છે બહુ નાના,પણ ભોળુ મન લબદાય
નાતજાતને બતાવી જગમાં,માનવતાનેય હરાવાય
બુધ્ધિને જકડી રાખવા જગમાં,નાણાંનેય પકડાવાય
મળેલ જન્મ વ્યર્થ થતાં,જીવ અવનીએ ભટકી જાય 
                      ……….મળેલ માનવદેહ જગત પર.

+++++++++++++++++++++++++++++++++

November 17th 2010

ઘરના ડૉક્ટર

                                          ઘરના ડૉક્ટર

તાઃ૧૭/૧૧/૨૦૧૦                                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

  • ગરમ દુધમાં મરીની ભુકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે.
  • મીઠું લસોટીને ચોપડવાથી સોજો ઉતરી જાય છે.
  • હળદર અને આંમળાનુ ચુર્ણ એક ચમચી ભેગા કરી રોજ લેવાથી ડાયાબીટીસ મટે છે.
  • જીરાનુ ચુર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.
  • તુલસીના પાનને દહીં કે છાશ સાથે લેવાથી ઍસીડીટી મટે છે.
  • મેથીના કુમળા પાનનું શાક બનાવી ખાવાથી લોહી સુધરે અને શક્તિ મળે છે.
  • મરીને શુધ્ધ ઘીમાં ઘસીને નાકમાં ટીપા નાંખવાથી આધાશીશી મટે છે.
  • રાત્રે મીઠાની કાંકરી મોંમાં રાખી મુકવાથી ઉધરસ ઓછી થાય છે.
  • રાઇ અને મરીના ચુર્ણને ઘીમાં મેળવી લેપ કરવાથી રસોળી મટે છે.
  • કોપરેલ અને લીંબુનોરસ મેળવી શરીર પર માલીસ કરવાથી ખુજલી અને દાદર મટે છે.
  • ફુદીનો અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. 
  • મસા ઉપર કેરોસીન ચોપડવાથી મસા સુકાઇ જાય છે.
  • મરી,તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
  • મચ્છર કે કીડી-મંકોડાના ડંખ પર લીબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.
  • તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.
  • છાલ સાથે કાકડી ખાવાથી વાળ પર ચમક આવે છે.
  • જુનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
  • લવિંગનુ તેલ ઘસવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.
  • દુધમાં ઘી મેળવી પીવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
  • શેરડીનોરસ પીવાથી હેડકી બંધ થાય છે,જીરૂ ચાવવાથી હેડકી બંધ થાય છે.
  • માથું દુઃખતુ હોય તો લવિંગનુ તેલ કપાળે ઘસવાથી મટી જાય છે.
  • સુંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
  • ખાંડ અને લીંબુનો રસ ભેગા કરી માથું ધોવાથી જુ અને ખૉડો ઓછો થાય છે.
  • એક કપ દુધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દુર થાય છે.
  • દિવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભુખ ઉઘડશે.
  • લસણની કળીઓ ગળવાથી લકવો મટે છે.

 __________++++++++__________++++++++_________

 *** આ તો ભઇ ઘરના દર્દીઓ માટે ઘરના ડૉક્ટરના ઘરગથ્થુ જ ઇલાજ.
                    આડ અસર તો નહીં જ અને એક્સ્પાયર ડેટ પણ નહીં.***

===========================================

November 15th 2010

ભક્તિની શક્તિ

                       ભક્તિની શક્તિ

તાઃ૧૫/૧૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પરમાત્માની કરતાં,મન ભક્તોના હરખાય
સદમાર્ગની દોર મળે,એ ભક્તિની શક્તિ કહેવાય
                   ………..ભક્તિ પરમાત્માની કરતાં.
માયા તો સંગે દેહનેચાલે,ના કોઇથી એને છોડાય
જીવ અવનીએ આવતા,પ્રાણીપશુ માનવ દેખાય
કર્મનાબંધન સંગે આવે,જે મળેલ દેહને જકડીજાય
ભક્તિની શક્તિ ન્યારી,જે કર્મના બંધન તોડીજાય
                  …………ભક્તિ પરમાત્માની કરતાં.
સમજણ મનની સાચી છે,જ્યાં ભક્તિ દોર પકડાય
મળીજાય આશીર્વાદ સંતના,જે મુક્તિએ લઈ જાય
રામનામની માળા કરતાં,જેમ શ્રીજલારામ હરખાય
વિરબાઇમાતાની ભક્તિએતો,પરમાત્મા ભાગી જાય
                    ………..ભક્તિ પરમાત્માની કરતાં.

===============================

November 14th 2010

હાથની માળા

                      હાથની માળા

તાઃ૧૪/૧૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જ્યારે જ્યોત મળે,ત્યારે ભક્તિ મળી જાય
સાચી શ્રધ્ધા રાખતાંજ,હાથમાં માળા આવી જાય
                      ……….જીવને જ્યારે જ્યોત મળે.
માળાથીજ અણસાર મળે,ત્યાં કળીયુગ છુટી જાય
બંધ આંખે સ્મરણ કરતાં,મનને શાંન્તિ મળી જાય
જગના બંધન છુટવા લાગે,ભક્તિએ મન પરોવાય
જીવને દ્રષ્ટિ ભક્તિનીમળતાં,મોહમાયા ભાગી જાય
                      ………..જીવને જ્યારે જ્યોત મળે.
સહવાસ મળતાં સંતનો,સાચીરાહ જીવને મળીજાય
મુક્તિનાદ્વાર ખોલવા લાગે,માળા જ્યાં હાથે લેવાય
શાંન્ત ચિત્તે ભજન કરતાં,પાવન આજન્મ થઇ જાય
મળી જાય છે કૃપા પ્રભુની,મળેલ જન્મ સાર્થક થાય
                      ………..જીવને જ્યારે જ્યોત મળે.

###############################

November 13th 2010

જન્મદીને શુભેચ્છા

 

                    જન્મદીને શુભેચ્છા

૧૩/૧૧/૨૦૧૦   (કારતક સુદ સાતમ)  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મદીન મારા જલાબાપાનો,ભક્તિમાર્ગ એ મારે લેવાનો
મેળવી કૃપા પરમાત્માની,જન્મ સફળ આ જીવનો કરવાનો
                            ………જન્મદીન મારા જલાબાપાનો.
ભક્તિની શક્તિ છે ન્યારી,જગત જીવને એ શાંન્તિ દેનારી
ઉજ્વળ જીવન જીવી જવાનું,જન્મ સાર્થક આ કરી લેવાનો
મોહ માયાના તોડતા બંધન,કળીયુગથી પણ  છુટી જવાનુ
શાંન્તિનો સહવાસ મળે ત્યાં,મારે જલાકૃપાએ રાજી થવાનું
                            ………જન્મદીન મારા જલાબાપાનો.
વિરબાઇ માતાની સાચી ભક્તિ,પરમાત્માએ પારખી લીધી
આંગણે આવી પ્રભુએ માગણીકીધી,ભક્તિ સાચી કરી દીધી
બાપા અમને ભક્તિદેજો,ને જીવન અમારે તમો સાથે રહેજો
મહેનત તનથી કરી લીધી ,હવે મનથી ભક્તિ અમને દેજો
                          …………જન્મદીન મારા જલાબાપાનો.
બાબા શબ્દ સાંભળતાં ભક્તોના,સાંઇબાબાના દર્શન થાય
એવો શબ્દ બાપાનો સંભળાતા,જલાબાપા પણ આવીજાય
ભક્તિની આ કૃપાછે એવી,જે દેહનો જન્મ સાર્થક કરી જાય
જન્મદીનની શુભેચ્છા અમારી,અમને સહવાસ આપી જાવ
                             ………જન્મદીન મારા જલાબાપાનો.

**************************************
જય જલારામ જય જલારામ બાપા જય જય જય શ્રીરામ.
 ++++++++++++++++++++++++++++++++++++

November 12th 2010

રાખજો હેત

                    Jalaram / જલારામ                                              

                      રાખજો હેત

તાઃ૧૨/૧૧/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ કરુ છુ હૈયેથી તમને,ને સેવા કરુહું મનથી
લાગણી સ્નેહ દેજો બાપા,ભક્તિ કરુ તનમનથી
                  ………..પ્રેમ કરુ છુ હૈયેથી તમને.
ભક્તિનો અણસાર તમથી,મળી ગયો આ જન્મે
શ્રધ્ધા રાખી સ્મરણ કરતાં,કૃપા પ્રભુની હું જોતો
દેજો સદબુધ્ધિ આદેહે,રાખજો જીવનનેય જકડી
મોહ માયાને દુર રાખી, ભક્તિમાં રાખજો પકડી
                  ………..પ્રેમ કરુ છુ હૈયેથી તમને.
વંદન કરતાં શ્રધ્ધા હું રાખુ,ને ભક્તિ પ્રેમ માગું
દેજો જીવને મુક્તિઅંતે,ના મોહમાયા લઇ આવું
સત્ય વચન ને સેવા સાચી,ભવ સુધારવા સારું
આવજો અંતે લેવાજીવને,જ્યાં મૃત્યુ દેહનુ પામું
                  ……….. પ્રેમ કરુ છુ હૈયેથી તમને.

===========================

November 10th 2010

લાભપાંચમ

 

 

 

 

 

 

 

 

 

                              લાભપાંચમ

તાઃ૧૦/૧૧/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

નુતન વર્ષના નવલા દીવસોમાં,ભક્તિ પ્રેમથી થાય
નવા વર્ષનો દીવસ પાંચમો,એ લાભપાંચમ કહેવાય
                   ………..નુતન વર્ષના નવલા દીવસોમાં.
પ્રભાતપહોરે વહેલા ઉઠી,પ્રભુભક્તિએ જીવ પરોવાય
પરમાત્માની કૃપાને કાજે,ઘરમાં ભજન કિર્તન થાય
પાંચમના પવિત્ર દીને,મા લક્ષ્મીની આરતી ગવાય
ઉજ્વળ જીવન જીવવાકાજે,માતાની ભક્તિપ્રેમે થાય
                   ……….નુતન વર્ષના નવલા દીવસોમાં.
પવિત્ર પંચામૃતથી,માતાની મુર્તીને સ્નાન કરાવાય
ૐ શ્રીમ નમઃ,ૐ શ્રીમ નમઃથી,ઘર આખુ ગુંજી જાય
કૃપાપામવા માનીઆજે,શ્રધ્ધાએ મીઠાઇપણધરાવાય
વંદન કરતાં દયા માગવાને,સૌ ભક્તિમાં ભળી જાય
                 …………નુતન વર્ષના નવલા દીવસોમાં.

******************************************

« Previous PageNext Page »