June 3rd 2011

નીસરણી

                          નીસરણી

તાઃ૩/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રથમ પગથીયે વંદન કરતાં,મળે છે આશીર્વાદ
વડીલની મળતી શુભકામનાએ,ઝંઝટ ભાગીજાય
                      ……….ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
બીજે પગથીયે ભણતરલેતાં,મળે જીવનમાં સાથ
ઉજ્વળતા મળે જીવનમાં,જ્યાં મહેનતસંગે થાય
                      ………..ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
ત્રીજે પગથીયે સંસ્કાર સાચવતાં,વ્યાધી ભાગે દુર
આડીઅવળી ના વાટમળે,મળે સુખ જીવને ભરપુર
                      ………..ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
ચોથે પગથીયે ભક્તિકરતાં,આ જન્મસફળ થઈ જાય
જલાસાંઇની સાચીભક્તિએ,જીવથી મુક્તિદ્રાર ખોલાય
                        ………ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
પાંચમે પગથીએ દેહના સહવાસે,કુટુંબપ્રેમ મળી જાય
સૌનો પ્રેમ અંતરથી મળતાં,દેહનાસંબંધીઓ સચવાય
                         ………ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
છઠ્ઠે પગથીયે દુશ્મન આવે,પકડી વ્યાધીઓનો ભંડાર
સાચી રાહ ભક્તિનીજોતા,બારણેથીજ એ ભાગી જાય
                         ……….ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
સાતમે પગથીએ સ્વાર્થ મુકી,નિર્મળજીવન લેવુ સાથ
શાંન્તિ મનની સાથે રહેશે,જે જીવોમાં રહે છે પળવાર
                        ………..ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.

===============================

June 3rd 2011

સાંઇ સ્મરણ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                       સાંઇ સ્મરણ

તાઃ૩/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇ સાંઇનું સ્મરણ કરતાં,નિર્મળ પ્રેમજ મેળવાય
માનવજીવન ઉજ્વળ જોતાં,પાવન કર્મ થઈ જાય
                        ……….સાંઇ સાંઇનું સ્મરણ કરતાં.
પ્રભાતના પહેલા કિરણના,ખોલતા દ્વારે દર્શન થાય
ઉજ્વળતાનો અણસાર છે ભક્તિ,જે પુંજનથી લેવાય
સાંઇબાબાના સ્મરણ માત્રથી,જીવને રાહ મળી જાય
આવતી કાલને ઉજળી જોવા,બાબાની ભક્તિજ થાય
                          ……….સાંઇ સાંઇનું સ્મરણ કરતાં.
માયા મોહના બંધન તો સૌને,ના જીવથી એ છોડાય
કળીયુગની કેડી છોડતા જીવથી,ભક્તિ સાંઇની થાય
મળે પ્રેમ સાંઇબાબાનો દેહને,સાર્થક જન્મ થતો જાય
શીવબાબાની મળેકૃપા,જ્યાં સાંઇબાબાની ભક્તિથાય
                         ……….સાંઇ સાંઇનું સ્મરણ કરતાં.

===============================