June 27th 2007

ધુળેટી

                         raja.jpg 

                                    ધુળેટી
                                                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ
રંગ ભરેલી આ પિચકારી કોઈની રાહ નહીં જોનારી;
    એક જ ઘાએ રંગનારી આ કોઈ થી ના નથી રોકાનારી,
રંગરંગીલા દેહે આજે માણે સૌ ધુળેટી;
    અવનવા તહેવારોમાં લપટતી આ જીંદગી માનવી તારી.
                                                           ..રંગ ભરેલી આ પિચકારી.
નાનામોટા સાથે મળીને થનગન ઉમંગે નાચે;
     ગુલાલ કેસુડાના રંગોમાં રંગી આનંદ આનંદ માણે,
અવનવા આગંતુકોને મળીને મનડું થૈ થૈ નાચે;
     સૌ ના તનમન રંગી નાખે ને ભેદભાવને ભુલાવે.
                                                          .. રંગ ભરેલી આ પિચકારી.
આવ્યો ફાગણ મહા પછીથી દુર કરવા મનડાનો મેલ;
      ભેદભાવને ભુલી  જઈને ગુલાલ જેવા વરસાવી હેત,
ના રહી ઈર્ષા ના રહ્યા દ્વેષ પરદીપ બની સૌ રાખે પ્રેમ
      ભુલી ગયા સૌ શબ્દો જુના ગાંધીસેંન્ટરમાં લાવ્યા જ્યોત.
                                                           .. રંગ ભરેલી આ પિચકારી.

                                 ————

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment