June 13th 2018

સર્જનહારની લીલા

.          .સર્જનહારની લીલા 
તાઃ૧૩/૬/૨૦૧૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબલીલા જીવને મળે અવનીપર,જે દેહને અનુભવ આપી જાય
થયેલકર્મ જ આંગળી ચીંધે જીવને,એ મળેલ દેહથી સમજાઈ જાય
......આજ અજબલીલા છે સર્જનહારની,ના કોઇજ જીવતી કદી છટકાય.
પાવનરાહની ચીંધે આંગળી દેહને,એજ જીવનમાં વર્તન આપી જાય
મળેલદેહ એ સ્પર્શે કર્મથી,જે અવનીપર આગમનથીજ દેખાઈ જાય
સરળજીવનની રાહ મળે દેહને,જ્યાં સંત જલાસાંઇની રાહ સચવાય
નામાયા કે નાકોઈ અપેક્ષા જીવની રહે,નિર્મળ જીવનથીએ સમજાય
......આજ અજબલીલા છે સર્જનહારની,ના કોઇજ જીવતી કદી છટકાય.
કુદરતની અદભુતલીલા જગતપર,ફક્ત માનવદેહને સમજ આપી જાય
પકડેલ કેડી જીવનમાં માનવ દેહથી,જે આવનજાવનના બંધને દેખાય
મનથી કરેલ નિર્મળ ભક્તિ પરમાત્માની,જે અનેકનામથીજ ઓળખાય
મળેલ દેહને પાવનરાહ આપીને જીવતા,નિર્મળજીવનનીકેડી આપીજાય
......આજ અજબલીલા છે સર્જનહારની,ના કોઇજ જીવતી કદી છટકાય.
========================================================