June 25th 2018

સંસારની સાંકળ

.           .સંસારની સાંકળ
તાઃ૨૫/૬/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલ દેહ અવનીપર,અનેક જન્મોના સંબંધને સ્પર્શી જાય
કુદરતની આ અજબલીલા,જન્મમરણથી આવનજાવન આપી જાય
....જે મળેલકૃપા પરમાત્માની જીવને,સદમાર્ગની પાવનરાહે જીવાડી જાય.
માનવદેહને સંબંધ માબાપનો જીવનમાં,અવનીપર દેહ મળી જાય
સંતાનને સ્પર્શે સમય જીવનમાં,જે મળતી ઉંમરથી અનુભવ થાય
સંસારની સાંકળએ દેહનાબંધન,એ દેહને આગળપાછળ લઈ જાય
સરળતાનો સંગાથ મળે જીવને,જે મળેલદેહને સરળતા આપી જાય
....જે મળેલકૃપા પરમાત્માની જીવને,સદમાર્ગની પાવનરાહે જીવાડી જાય.
દેહ એ કર્મના બંધન છે જીવના,જે અનેકદેહથી સમયે દેખાઈ જાય
પશુપક્ષી પ્રાણી એતો નિરાધાર દેહ,અવનીપર જીવ ભટકાતો જાય
નાકોઈ પરિવારનો સંબંધ રહે,કે નાકોઇનો નિખાલસ પ્રેમ મેળવાય
માનવજીવનને સરળતાનો સંગાથ મળે,જ્યાં સંસારી સ્નેહ મળીજાય
....જે મળેલકૃપા પરમાત્માની જીવને,સદમાર્ગની પાવનરાહે જીવાડી જાય.
=======================================================