ઉંઘ ના આવે
ઉંઘ ના આવે
તાઃ૧૭/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભાતના ઉજાસને માણવા,ઉંઘ ત્યજે છે ઇન્સાન
મળતી માયાના બંધનને,ના છોડી શકે બળવાન
લીલા કુદરતની આજગતપર,મળી જાય પળવાર
ઉજ્વળ જીવન જ્યોત મળે,જે ઉંઘજીવને દઇજાય
………પ્રભાતના ઉજાસને.
કરતો દેહે અવની પર તે મળેલ જગતના કામ
ઉંમરના સથવારે ચાલે,કુદરતમાં એ રાખી મન
રોજ સવારને પારખી ચાલતા,મનમાં રહે ઉમંગ
આવીઆંગણે ઉભેલ શાંન્તિને પામી જાયઆમન
…….પ્રભાતના ઉજાસને.
વળગી ચાલે માયાને ને ના છોડે જગનાએ મોહ
પગલેપગલે માન એ શોધે જે અભિમાનની સંગ
દિવસના ઉજાસમાં નામળે જીવને કોઇ સાચોરંગ
ઉંઘ દેહને ના આવે જ્યાં બદલે જીવનમાંએ સંગ
…….પ્રભાતના ઉજાસને.
=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=