June 4th 2009

નિયમ જગતનો

                  નિયમ જગતનો

 તાઃ૩/૬/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

આકુળવ્યાકુળ મનડુ થાય,ને દેહ અહીંતહીં ભટકાય
રાત દિવસ નીંદરના આવે,તેને મુંઝવણ છેકહેવાય
                                ……… આકુળ વ્યાકુળ મનડુ.
માનવમનને સદા સ્નેહછે,જ્યાં સરળ કામ થઇ જાયે
એક એકના આંગણેઆવી,હેત અનુપમ પણ લહેરાય
શ્રધ્ધા મનમાં રાખી એક, જ્યાં માનવી બને  છે નેક
આવી ઉભેલ મુંઝવણના,રસ્તા પણ ત્યાં મળે  અનેક
                                ……… આકુળ વ્યાકુળ મનડુ.
કરતા મનથી કામ આ દેહે,સફળતાના સુર મળી જાય
કોઇ રસ્તો શોધવો ના પડે,આપોઆપ સરળ થઇ જાય
કુદરતની આલીલા ન્યારી,પૃથ્વીએ સદા સ્નેહે લહેરાય
મનમળે ત્યાં માનવતા,ત્યાં સફળતા પણ શરણે થાય
                                 ……… આકુળ વ્યાકુળ મનડુ.
વિશ્વાસના જ્યાં વાદળ આવે,ત્યાં શાંન્તિ  લહેરી જાય
મનની મુંઝવણ ત્યાં ભાગે,જ્યાં પ્રભુ ભક્તિ થઇ જાય
નામદામનુ શરણુ છોડીને,દેહાભિમાન ત્યાં ભાગીજાય
અજબજગતનો એકતાંતણો,જે પાવનમનડાં કરીજાય
                                 ……… આકુળ વ્યાકુળ મનડુ.

=================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment