October 27th 2020

ભક્તિનીરાહ

       ભક્તોના પણ હોય છે અલગ અલગ પ્રકાર, જાણો તમે ક્યાં પ્રકારના ભક્ત છો? - Suvichar Dhara 
.           .ભક્તિની રાહ
તાઃ૨૭/૧૦/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને સમયનો સંગાથ રહે,જે દેહથી થઈ રહેલ કર્મથી દેખાય
કુદરતની છે લીલા સમયની અવનીપર,જગતમાં નાકોઇ જ દેહથી છટકાય
......પરમકૃપાને સમજતા માનવદેહને,પાવન ભક્તિની રાહ જીવનમાં મળી જાય.
મોહ માયાને દુર રાખવા મળેલ દેહથી,શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતા સમજાય
પરમાત્માનો પાવનપ્રેમ મળે દેહને,જે અનેક આફતોથી દેહને બચાવી જાય
મળેલ માનવદેહને સંબંધ છે કર્મનો,જે અવનીપર આવન જાવનથીજ દેખાય
પવિત્રરાહને પામવા મળેલ જીવનમાં,એ નિર્મળભાવથી ભક્તિકરતા મેળવાય 
......પરમકૃપાને સમજતા માનવદેહને,પાવન ભક્તિની રાહ જીવનમાં મળી જાય.
પાવનકર્મનો સંગાથ મળે દેહને,જે અવનીપર પવિત્રજીવોના આગમને દેખાય
પવિત્ર ધરતી અવનીપર ભારતછે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
નાકોઇ તકલીફ દેહને મળે જીવનમાં,જે નિર્મળભાવનાની ભક્તિથી મળી જાય
આંગણે આવી પરમાત્માની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજન ધરમાંજ કરાય
......પરમકૃપાને સમજતા માનવદેહને,પાવન ભક્તિની રાહ જીવનમાં મળી જાય.
===============================================================