October 8th 2020

પવિત્રકૃપા

++++
              .પવિત્રકૃપા  
તાઃ૮/૧૦/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પાવનપ્રેમથી કૃપા મળી અમને,જે મારા વ્હાલા સંત સાંઇબાબાની કહેવાય
વંદન કરતા પ્રેમથીજ મારા જીવનમાં,બાબાનીકૃપાએ અનંતશાંંતિ મળીજાય
.....એવા મારા વ્હાલા શેરડીના સંતની,જીવનમાં પરમકૃપાનો અનુભવ થઈ જાય.
શ્રધ્ધાભાવથી પુંજનકરતા મનથી,શ્રી સાંઈબાબાના આગમનની પ્રેરણા થાય
આંગણે આવી આશિર્વાદઆપે અમને,જે કુળને જીવનમાં શાંંતિ આપી જાય
મનેતો વ્હાલા અમારા બાબા છે,જે જીવને માનવતાની આંગળી ચીધી જાય
અવનીપરના આગમને જીવને દેહ મળે,જે અનેક કર્મના બંધનથીજ સમજાય
.....એવા મારા વ્હાલા શેરડીના સંતની,જીવનમાં પરમકૃપાનો અનુભવ થઈ જાય.
ભારતમાં શેરડી ગામને પાવનકરવા,પધારેલ બાળકને દ્વારકામાઈ મળી જાય
પવિત્રજીવને કૃપા મળે પરમાત્માની,જે પાવનકર્મથી માનવતા પ્રસરાવી જાય
ૐ શ્રી સાંઇનાથાય નમઃના સ્મરણથી,જીવને પરમશાંંતિનો સંગાથ મળીજાય
ભક્તિભાવનાનો સંબંધ રાખીને જીવતા,પાવન કર્મ જીવને મુક્તિ આપી જાય
.....એવા મારા વ્હાલા શેરડીના સંતની,જીવનમાં પરમકૃપાનો અનુભવ થઈ જાય.
**************************************************************

 

October 7th 2020

મળે કૃપા

પૂજાના સમયે જો મળે છે આ સંકેત તો સમજવું કે તમારા થઈ રહી છે ઈશ્વરની કૃપા - Laughing Gujju

.           . મળે કૃપા      

તાઃ૭/૧૦/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પ્રસંગને પારખી માતાને વંદન કરતા,દેહ પર માતાની પરમકૃપા થઈ જાય
શ્રધ્ધા રાખીને નિર્મળ ભાવથી પુંજન કરતા,જીવનમાં પાવનરાહ મળી જાય
.....મળે માતાનો પ્રેમ નવરાત્રીએ,જ્યાં પરિવાર સહિત માતાને પ્રેમથી વંદન થાય
નિર્મળરાહ મળે જીવનમાં,એ શ્રધ્ધાભાવથી વ્હાલામાતાની પુંજાએ મેળવાય
ગરબેધુમતા ભક્તજનોની પાવનપુંજા,જયાં દાંડીયારાસ સંગે મંજીરા વગાડાય
મળે પાવનપ્રેમ માતાનો નવરાત્રીમાં,એજ ભક્તોના નિર્મળ પ્રેમથીજ પરખાય
માતાના આશિર્વાદમળે આંગણે વંદન કરતા,જ્યાં શ્રધ્ધાથી આવકાર અપાય
.....મળે માતાનો પ્રેમ નવરાત્રીએ,જ્યાં પરિવાર સહિત માતાને પ્રેમથી વંદન થાય
પવિત્ર નવદીવસ એ નવરાત્રીથી ઓળખાય,જ્યાં પવિત્ર ભાવથી ભક્તિ થાય
મળેલ માનવદેહના જીવનમાં અનેકકર્મો થાય,એજ જીવના કર્મબધન કહેવાય
પવિત્ર ધરતીપર દેહમળે જીવને માતાકૃપાએ,જે પવિત્રકર્મ જીવને આપી જાય
પાવનકૃપા માતાની મળે ભક્તને,જ્યાં પવિત્ર તહેવારે માતાને વંદનપુંજનથાય
.....મળે માતાનોપ્રેમ નવરાત્રીએ,જ્યાં પરિવાર સહિત માતાને પ્રેમથી વંદન થાય
****************************************************************

 

October 5th 2020

ભોલેનાથનો પ્રેમ

 ***આ જગ્યાએ થયાં હતાં ભગવાન શિવ અને માતા પાર્વતીનાં લગ્ન, આજેજ પણ એ અગ્નિ સળગે  જેને સાક્ષી માની ફેરફાર ફર્યા હતાં…… | Dharmik Lekh***
.          .ભોલેનાથનો પ્રેમ              
તાઃ૫/૧૦/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ  
પવિત્રકૃપા મળી ભારતદેશને,જે પરમાત્માના અનેકદેહથી મેળવાય
પવિત્રદેહ શંકર ભગવાનનો છે,જે સંગે પત્નિ પાર્વતીને લાવી જાય
....પરમાત્મા ભોલેનાથથીય ઓળખાય,જે ભારતમાં પવિત્રગંગા વહાવી જાય.
અવનીપરના આગમનને પારખી લેતા,જીવને પવિત્રસંતાન મળી જાય
મળેલદેહને સંગાથમળે સમયે,રાજા દક્ષની દીકરી પાર્વતી પત્નિ થાય
કુળને આગળ લઈ જાય અવનીપર,સંતાન ગણેશને કાર્તિક થઈ જાય
સમય સંગે ચાલતા જીવનમા,ગણેશને ગૌરીનંદન ગજાનંદ પણ કહેવાય
....પરમાત્મા ભોલેનાથથીય ઓળખાય,જે ભારતમાં પવિત્રગંગા વહાવી જાય.
ડમ ડમ ડમરુ વાગે ભગવાનનુ,જે ભક્તોને પાવન પ્રેરણા આપી જાય
ૐ નમઃ શિવાયનાસ્મરણથી,ભક્તને મળેલદેહને પાવનરાહ આપી જાય
માતા પાર્વતીનો પ્રેમમળે કૃપાએ,શ્રીગણેશજી ભાગ્ય વિધાતા થઈ જાય
પવિત્રપ્રેમની રાહ મળે દેહને,જીવને જન્મમરણના બંધનથી છોડી જાય
 ....પરમાત્મા ભોલેનાથથીય ઓળખાય,જે ભારતમાં પવિત્રગંગા વહાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

  

	
October 4th 2020

પ્રેમની નિખાલસતા

.            .પ્રેમની નિખાલસતા   
તાઃ૪/૧૦/૨૦૨૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલ માનવદેહ અવનીપર,ગત જન્મે થયેલ કર્મથી મેળવાય
અદભુતલીલા અવીનાશીની જગતપર,જે અનેકકર્મથી દેહ આપી જાય
.....પાવનરાહ પ્રેમની નિખાલસતાએ મળે,જે મળેલદેહના પવિત્રવર્તને મળી જાય.
સરળ જીવનની રાહ મળે દેહને,એ પરમાત્માની પાવન કૃપા કહેવાય
સમયનીસંગે સમજીને ચાલતા માનવીને,અનેક આફતથી બચાવી જાય
નિર્મળપ્રેમ એ નિખાલસતાથી મળે,જે સુખશાંંતિના સમયથીજ દેખાય 
શ્રધ્ધાભાવનાથી જીવન જીવતા દેહને,પવિત્રસંત જલાસાંઇની કૃપા થાય
.....પાવનરાહ પ્રેમની નિખાલસતાએ મળે,જે મળેલદેહના પવિત્રવર્તને મળી જાય.
માનવદેહની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળ ભાવથીજ ભક્તિ થાય
નિર્મળજીવન એકૃપાપ્રભુની દેહપર,અનેક નિખાલસ પ્રેમીઓથી મેળવાય
માનવદેહની મહેંક પ્રસરે સંસારમાં,જે પકડેલ કલમની પવિત્રરાહે દેખાય
આગમનવિદાય એ બંધનજીવના,પણ પવિત્રકલમ એ અનેકને પ્રેરી જાય 
.....પાવનરાહ પ્રેમની નિખાલસતાએ મળે,જે મળેલદેહના પવિત્રવર્તને મળી જાય.

***************************************************************

   

October 3rd 2020

પવિત્રરાહ

      Download Free HD Wallpapers of Bhagwan Shree Hanuman | Bajrangbali HD Images | Sankatmochan Hanuman Wallpapers & Images
            . પવિત્રરાહ         
તાઃ૩/૧૦/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
મળેલ માનવદેહને અવનીપર,પવિત્રરાહ મળે જે પરમાત્માની કૃપાએ થાય
જીવનમાં સમયનો સંગાથ મળે મળેલદેહને,એજ શ્રધ્ધા ભાવથી મળી જાય
....એજ કૃપા પરમભક્ત હનુમાનની,જે પરમાત્મા શ્રીરામના દેહથી મળી જાય.
પાવનરાહ જીવનમાં મળે નિર્મળભક્તિએ,જે દેહને સરળજીવન આપી જાય
કુદરતની લીલા છે અવનીપર,જે સમયસંગે મળેલદેહને કર્મનીકેડીએ દેખાય
વાણીવર્તન એ સ્પર્શ સમયનો,જે જીવના માનવદેહના આગમનથી સમજાય
મળેલ દેહથી થયેલકર્મ એજ જીવનાબંધન,જે અવનીપર આગમનથી દેખાય
....એજ કૃપા પરમભક્ત હનુમાનની,જે પરમાત્મા શ્રીરામના દેહથી મળી જાય
મળ્યો પવિત્રદેહ માતાઅંજની કૃપાએ,જે શ્રીપવનપુત્રથી જગતમાં ઓળખાય
પવિત્રરાહ પરમાત્માએ દીધી દેહને,એ શ્રીરામના પરમ ભક્ત પણ થઈ જાય
હનુમાનજીના દેહને સંગાથ મળ્યો ગદાનો,જે રાજારાવણને મારવા દોડી જાય
લંકામાં અભિમાની રાવણનુ દહન કરી,સીતામાતાને શ્રીરામ સંગે લાવી જાય
....એજ કૃપા પરમભક્ત હનુમાનની,જે પરમાત્મા શ્રીરામના દેહથી મળી જાય
************************************************************
October 3rd 2020

જય બજરંગબલી

.             .જય બજરંગબલી 

ત્તાઃ ૩/૧૦/૨૦૨૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

બજરંગબલી છે બળવાન જગતમાં,પવિત્ર રામ ભક્ત હનુમાન પણ કહેવાય
માતા અંજનીના લાડલાદીકરા,સંગે પિતા પવનદેવના સંતાનથીય ઓળખાય
....ભારતની ભુમી પર એ જન્મ્યા,જગતપર અજબશક્તિશાળી જીવન એ જીવી જાય.
પરમાત્માના જીવથી શ્રીરામસીતા જન્મ લઈ જાય,જે અયોધ્યામાં ઓળખાય
અવનીપર સદમાર્ગના સંગાથછોડી,જીવતા દેહોને રાહ આપવાએ આવીજાય
શ્રી રામને કળીયુગના સમયે દુર લઈ જાય,જ્યાં પત્ની સીતાને ઉપાડી જાય
લંકાના રાજા રાવણને માયા લાગતા,પવનપુત્ર હનુમાન ગદાથીજ મારી જાય
....ભારતની ભુમી પર એ જન્મ્યા,જગતપર અજબશક્તિશાળી જીવન એ જીવી જાય.
સીતાજીને ઉઠાવી ગયા પતિ શ્રી રામથી,જે ભારતમાં લંકાના રાજા કહેવાય
બજરંગબલીની કૃપા થઈ શ્રી રામથી,જે દેહને પાવન અજબશક્તિ દઈ જાય
રાવણ એ શંકભગવાનના ભક્ત હતા,પણ અભિમાનનીકેડી એ જીવતા થયા
પવિત્ર શ્રીરામને એ તકલીફ આપીગયા,જે સીતાજીને ઉઠાવીને ભગાડી જાય
બધી તકલીફથી બચાવવા શ્રીરામને,બજરંગબલી રાજારાવણનુ દહન કરીજાય
....ભારતની ભુમી પર એ જન્મ્યા,જગતપર અજબશક્તિશાળી જીવન એ જીવી જાય.
###################################################################
October 1st 2020

પ્રેમાળ સાંઇબાબા

 જય સાંઇSai Baba Ringtones Arti Lyrics - Google Play પર ઍપ્લિકેશનોજય સાંઇ
,            .પ્રેમાળ સાંઇબાબા   
તાઃ૧/૧૦/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા પરમાત્મા શ્રી ભોલેનાથની,અવનીપર સાંઇબાબાને દેહ આપી જાયરણા
શેરડીગામમાં દેહ લઈ પધાર્યા,શ્રધ્ધા શબુરીથી હિંદુ મુસ્લીમને એ મળી જાય
.....એવા પ્રેમાળ વ્હાલા સાંઇબાબાને,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજા કરીને વંદન થાય.
નિર્મળ ભાવનાથી શ્રધ્ધા રાખતા,જીવનમાં માનવતાની પાવન રાહ આપી જાય
સુખશાંંતિની મહેંકપ્રસરે મળેલદેહની,જે જીવને સ્પર્શ કરેએ પવિત્રકર્મથી દેખાય 
પરમકૃપાળુ સાંઇબાબાની શ્રધ્ધાભાવનાથી,મળેલ માનવદેહને પ્રેરણા આપીજાય
ધર્મકર્મને દુર રાખતાજીવનમાં મળેલદેહની,માનવતાને સાંઇબાબા મહેંકાવી જાય
.....એવા પ્રેમાળ વ્હાલા સાંઇબાબાને,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજા કરીને વંદન થાય.
માનવદેહને અવનીપર કર્મનોસંબધ છે,જે જીવને જન્મમરણનો સંબંધ આપીજાય
પાવનકર્મની રાહમળે દેહને જીવનમાં,જ્યાં ધર્મકર્મને દુર રાખવા બાબાથી પ્રેરાય
શ્રધ્ધા અને સબુરીને પાવનરાહેજોતા,સાંઇબાબાએ ચીંધેલઆંગળી સુખઆપીજાય
પરમકૃપા મળી બાબાની અમને,જે પવિત્ર ધર્મની રાહે જીવતા દેહને એ દેખાય
.....એવા પ્રેમાળ વ્હાલા સાંઇબાબાને,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજા કરીને વંદન થાય.
*********************************************************************



 

« Previous Page