March 21st 2019

પ્રેમ પકડજો

.            .પ્રેમ પકડજો 

તાઃ૨૧/૩/૨૦૧૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ દેહને સંબંધ છે સમયનો,ના જગતપર કોઇ દેહથી છટકાય
માનવદેહ એ કૃપા પરમાત્માની,જે અવનીપરના આગમનેજ દેખાય
......પરમપ્રેમની ગંગા વહે જીવનમાં,જ્યાં નિર્મળપ્રેમ પકડતા અનુભવ થાય. 
કુદરતની પવિત્રલીલા મળે દેહને,જે જીવને સુખશાંંતિ આપી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,એજ પાવનરાહ દેહની કહેવાય
નિર્મળરાહે જીવન જીવતા,અનેક દેહનો નિખાલસ પ્રેમ મળી જાય
નાકોઇ મોહ રહે કે નાકોઇ અપેક્ષા રહે,જીવ પર એકૃપા કહેવાય
......પરમપ્રેમની ગંગા વહે જીવનમાં,જ્યાં નિર્મળપ્રેમ પકડતા અનુભવ થાય.
કર્મનોસંબંધ એ જીવને આગમન આપે,જે મળેલદેહથી સ્પર્શી જાય
પરમાત્માથી પાવનરાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધાભાવથી ભક્તિ કરાય
સગાસંબંધી એ દેહને સ્પર્શ કરીજાય,જે ભુતકાળનો સંબંધ કહેવાય
નાકોઇ જીવથી દુર રહેવાય અવનીપર,જ્યાં કળીયુગનો સ્પર્શ થાય
......પરમપ્રેમની ગંગા વહે જીવનમાં,જ્યાં નિર્મળપ્રેમ પકડતા અનુભવ થાય.
==========================================================