March 18th 2019

કળીયુગનો સ્પર્શ

.            .કળીયુગનો સ્પર્શ  

તાઃ૧૮/૩/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અદભુતલીલા અવીનાશીની જગતપર,મળેલદેહને અનુભવે સમજાય
અવનીપરનુ આગમન એ જીવને,કરેલ કર્મના સંબંધે દેહ દઈ જાય
.....એજ લીલા પરમાત્માની છે,જે સમયના સંગે મળેલ દેહને સ્પર્શી જાય.
સમયને નાપકડી શકે કોઇદેહ જગતમાં,જેને યુગની લીલા કહેવાય
સતયુગમાં અનેક પવિત્રકામ સ્પર્શે દેહને,જે પાવનકર્મ કરાવી જાય
ભજનભક્તિસંગે પ્રાર્થના કરતા,પ્રભુકૃપાએ જીવને શાંંતિ મળી જાય
મળેલદેહની માનવતા મહેંકે જીવનમાં,એ કુદરતની કૃપાએ મેળવાય
.....એજ લીલા પરમાત્માની છે,જે સમયના સંગે મળેલ દેહને સ્પર્શી જાય.
કળીયુગમાં કુદરતની અનેકદ્ર્ષ્ટીપડે,જીવોને સુખદુઃખની રાહદઈ જાય
મળેલ દેહની માનવતા મહેંકે જીવનમાં,જે સત્કર્મના સંગાથે મેળવાય
પાવનકર્મ એસમજણ છે માનવીની,કળીયુગની કાતરથી બચાવી જાય
પવિત્રરાહે જીવનજીવતા જીવનમાં,પવિત્ર સંતોના આશિર્વાદ મળીજાય
....એજ લીલા પરમાત્માની છે,જે સમયના સંગે મળેલ દેહને સ્પર્શી જાય.
=======================================================