May 27th 2011

મા સંતોષી

 

.

.

.

.

.

.

.

.

.                             મા સંતોષી

તાઃ૨૭/૫/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મા સંતોષીની આરતી કરતાં,હૈયે અનંત આનંદ થાય
શુક્રવારની સવાર નિરાળી,ઘરમાં ધુપ દીપ થઈ જાય
                         ………મા સંતોષીની આરતી કરતાં.
ઘંટારવનો નાદ સાંભળી,મા કૃપાએ પ્રેમ મળી જાય
મનને શાંન્તિ ઉજ્વળજીવન,જગે જન્મ સાર્થક થાય
માતારા ચરણોમાંવંદન,દંડવતકરતાં મનડું હરખાય
શીતળતા અંતરમાં મળતાં,મા પાવનઘર થઈ જાય
                           ………મા સંતોષીની આરતી કરતાં.
ચુંદડી ચોખા કંકુ ગંગાજળ,મા તારા ચરણોમાં ધરાય
સ્વીકારજે મા શ્રધ્ધા અમારી,જે કર્મ સાર્થક કરીજાય
માતારી એકનજર પડેતો,પ્રદીપનુ જીવન ધન્યથાય
મોહમાયાના બંધન તુટતાં,આ જન્મ સફળ થઈજાય
                            ………મા સંતોષીની આરતી કરતાં.

*************************************

May 27th 2011

શોધ પ્રેમની

                          શોધ પ્રેમની

તાઃ૨૭/૫/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પ્રેમ શોધવો ક્યાં જગતમાં,ના કોઇનેય સમજાય
પાવનકર્મ કરતાં જીવનમાં,ઉજ્વળકર્મ થઈ જાય
                          ………પ્રેમ શોધવો ક્યાં જગતમાં.
શોધ કરતા હોય જીવનમાં,જે આંગણે આવેલ હોય
મતીની ગતી પણ ન્યારી,જે જીવની સમજણ હોય
કરતાંનાના કામ મનથી,ત્યાં સધ્ધરતા આવી હોય
ના મોટા મોહની માયા,જ્યાં અંતરનો જ પ્રેમ હોય
                        ………..પ્રેમ શોધવો ક્યાં જગતમાં.
કરતાં દેખાવના કામ,જે દેહથી જીવનમાં થતાં હોય
ના તેમાં નિર્મળતા કે પ્રેમ,જે ઉધારમાં મળતા હોય
લાગણી પ્રેમ એઅંતરના,જે સાચો સથવારો જ હોય
આવી આંગણે પ્રેમ જમળે,જ્યાં વડીલને વંદન હોય
                         …………પ્રેમ શોધવો ક્યાં જગતમાં.
મમ્મી ડેડીની કેડી મળે,ત્યાં દેખાવ જ મળતો હોય
હાયહાયની છે આરામાયણ,જ્યાં બાયજ થતું હોય
સંતાનનો ના સાથ મળે,ના માબાપનુ જીવન હોય
મતીગતીની શોધમાંરહેતા,જીવે જન્મોનાબંધનહોય
                       ………… પ્રેમ શોધવો ક્યાં જગતમાં.

૦))))))))))))))))))))))))))))))))))))))))))))))))))૦