May 14th 2011

હું શું થયો

 

.

.

.

.

.

.

.

.

.

.                                 હું શું થયો

તાઃ૧૩/૫/૨૦૧૧      (સ્નેહાળ યાદ)     પ્રદીપ બ્રહ્મભટ્ટ

હું થયો રીટાયર્ડ કે મને કર્યો રીટાયર્ડ,
                                ના સમજ મને કંઈ આવે
કલાની કેડી ને કલમ પકડી રાખતાં,
                               ના રાહમાં આડુ કોઇ આવે
                                              ………… હું થયો રીટાયર્ડ.
કલમની કેડી હાથમાં પકડી,ને શબ્દની સીડી માણી લીધી
કલાની માયા જગતમાં ન્યારી,જે આજે હ્યુસ્ટનમાં મેં જાણી
                                               ………….હું થયો રીટાયર્ડ.
પાત્ર વરણી અજબ ન્યારી,શ્રી મુકુંદભાઇ ગાંધીથી મેં માણી
વિધ્યાપતિના શબ્દ સંભાળી,સફળતા આનાટકમાં છે આણી
                                                ………….હું થયો રીટાયર્ડ.
સરકારનો સહવાસ આપતા,રક્ષાબેને આંખોને ભીંજવી દીધી
પત્ની મંગળાબેનનું નામ લેતા,સંગાથની પ્રીત રાખી લીધી
                                               …………..હું થયો રીટાયર્ડ.
અમરનું પાત્ર રસેશભાઇએ,તો યોગીનાબેને દિકરી માયાનું
ભાઇબહેનના છે બંધન માબાપથી,આ નાટકથી જાણી લીધુ
                                                …………..હું થયો રીટાયર્ડ.
અમરના પત્ની જ્યોતીબેન,જે ઉમાબેન નગરશેઠે શોભાવી
જમાઇ અશ્વીનકુમારની નિર્મળતા,મનીષભાઇ શાહે બતાવી
                                                …………..હું થયો રીટાયર્ડ.
રિન્કુનું નામ લીધુ પંક્તી ગાલાએ,જે છછુંદરી બની દાદાની
લલીતભાઇ શાહ ધનીકશેઠીયો,વીપીસાહેબની શાન બતાવી
                                                …………..હું થયો રીટાયર્ડ.
નોકર ચાકર તોછે આ યુગના,જે અવાજથી જ સૌને સમજાશે
અરવિંદભાઇ રામજીથયા,ને હેમંતભાઇ ભાવસાર મોહનપ્યારે
                                               …………..હું થયો રીટાયર્ડ.
બારોટ કુલદીપભાઇ આનાટકમાં,વિજયનું પાત્ર ભજવી લેશે
સ્ટેજ પરના સૌ કલાકારોને,પ્રદીપનો નિર્મળ પ્રેમ મળી જશે
                                                …………..હું થયો રીટાયર્ડ.

+++++++++++++++++++++++++++++++++++++++++
          હ્યુસ્ટનમાં તાઃ૧૪મે ૨૦૧૧ના રોજ ભજવાઇ રહેલ સામાજીક નાટક ‘હું રીટાયર્ડ થયો’ ના
પાત્રોની કદરરૂપે આ લખાણ સૌ કલાકારોને હું સપ્રેમ નિખાલસતાથી અર્પણ કરુ છું,  સ્વીકારશોજી
લી.  પ્રદીપ બ્રહ્મભટ્ટ