May 15th 2011

વાંકુ મોંઢુ

                          વાંકુ મોંઢુ

તાઃ ૧૫/૫/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગેલુ ના મળતું જગમાં,કે નસીબનુ ના શકે  લુંટી
એવી કુદરતની આકળા,વાંકુ મોંઢુ થતા જાણીલીધી
                         ……….માગેલુ ના મળતું જગમાં.
પાવન પગલાં લાગે જ્યાં,આવી કહે મારો છે સાથ
વાત વાતમાં સંવેદના લાવે,ત્યાં સાચવજો સંગાથ
નિર્મળતા તો મળેજ મનથી,નાપકડે દેખાવનો હાથ
શીતળતાનો સ્નેહ નિરાળો,મુખના પ્રતિભાવે દેખાય
                         ………..માગેલુ ના મળતું જગમાં.
જગત નિયંતાની દ્રષ્ટિ પડતાં,પાવનરાહ મળી જાય
નાહક જગતની ચિંતા કરતાં,અહીં ભવોભવ ભટકાય
કળીયુગ એદેખાવનો દરીયો,ના પ્રેમની નહેર દેખાય
જોતાંસામે લાગે હસતૂ મોઢું,પાછળવળતાં વાંકુ થાય
                         …………માગેલુ ના મળતું જગમાં.

——————————————————–