May 22nd 2011

જવાબ નથી

                         જવાબ નથી

તાઃ૨૨/૫/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની અસીમ કૃપાએ જીવને માનવ જન્મ મળ્યો છે,
મળેલ જન્મ આ દેહથી સાર્થક થશે કે નહીં?
………….જવાબ નથી.

મને કે કમને સ્કુલમાં જઈ અભ્યાસ કરી લીધો છે તે ભણતરનો
જીવનમાં યોગ્ય ઉપયોગ થશે કે નહીં?
………….જવાબ નથી.

હાય અને બાયમાં દેહને જકડી રાખવામાં માણસાઇ અને સંસ્કાર
સચવાસે કે નહીં?
………….જવાબ નથી.

જન્મ આપતાં માતાએ વેઠેલી તકલીફો અને પ્રેમનો બદલો એ
મળેલ દેહથી પરત થઈ શકશે કે નહીં?
………….જવાબ નથી.

ચંન્દ્ર ઉપર પગ મુકવાના બહાને કરોડોનો ખર્ચો થાય છે,માણસાઇમાં
આ ગાંડપણની જરૂર છે કે નહીં?
………….જવાબ નથી.

બાળ હનુમાન સુર્યને ગળી ગયા હતા એ આપણો ધર્મ અને ઇતિહાસ
કહે છે .આ યુગમાં છે કોઇની તાકાત કે કોઇપણ સાધન વગર હવામાં
દસ ફુટ પણ ઉડી શકે?
………….જવાબ નથી.

આરબ દેશોમાં મુસ્લીમ ધર્મની પ્રજા રહે છે.ત્યાં ખ્રીસ્તીધર્મવાળા
અમે તમને મદદ કરીશુ એ બહાને કરોડોનો ખર્ચો કરે છે જેમાં તે
પ્રજાની કોઇ વિનંતી છે કે નહીં?
………….જવાબ નથી.

હું હિન્દુ,હું મુસલમાન,હું ખ્રીસ્તી,હું પારસી,હું શીખ આ બધા પૃથ્વી
પરના ધર્મ છે, જ્યારે જીવ દેહ મુકે છે પછી તેનો કયો ધર્મ છે.
…………જવાબ નથી.

++++++++++++++++++++++++++++++++++++=

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment