December 5th 2017

જાગતો રહે જે

.           .જાગતો રહેજે 

તાઃ૫/૧૨/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જાગતો રહેજે માનવી જગતપર,જ્યાં જીવને માનવદેહ મળી જાય
અદભુતલીલા અવિનાશીની અવનીએ,અનુભવથીજ સમજાઈ જાય
.......પરમકૃપા છે પરમાત્માની જીવપર,જે નિર્મળ ભક્તિએજ મળી જાય.
માગણી મોહ એજ બંધન છે દેહના,જીવને એ જન્મમરણ દઈ જાય
કુદરતની આ સાંકળ છે એવી,જે કળીયુગ સતયુગથી જ અનુભવાય
માનવદેહ એજ કૃપા પ્રભુની જીવપર,જે સમજણે સત્કર્મ આપી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવને,સંતજલાસાંઇની પ્રેરણા મળી જાય
.......પરમકૃપા છે પરમાત્માની જીવપર,જે નિર્મળ ભક્તિએજ મળી જાય.
શાંંન્તિનો સંગાથ મળે જીવનમાં,જ્યાં નિર્મળભાવે મળેલજીવન જીવાય
થયેલ કર્મના સંબંધ સ્પર્શે જીવને,જે જીવને આવનજાવન આપી જાય
મળેલ માનવદેહને સુખદુઃખનાસ્પર્શે,જ્યાંજીવનમાં જાગતારહીને જીવાય
પવિત્રકર્મના વર્તનથી જીવનમાં,માનવદેહને નાકદી કોઇઆફત અથડાય
.......પરમકૃપા છે પરમાત્માની જીવપર,જે નિર્મળ ભક્તિએજ મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment