August 22nd 2007

દીનચર્યા

                                         દીનચર્યા
૨૬/૫/૨૦૦૭                                                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
રઘુપતિ રાઘવ રાજારામ,  પતિ  તપાવન સીતારામ.
                   મનમાં જપતાં વ્હાલારામ,  પ્રભુને પ્યારા   જલારામ.
ઉઠતાં મુખમાં સંતનું નામ,  જીવન ઉજ્વળ કરવા કાજ.
                  હસ્ત પ્રક્ષાલય પહેલું કામ,  કૃપા સરસ્વતી લક્ષ્મી કાજ.
વંદન  ધરતીમાંને  થાય,  બોજ ભુમી પર કરવા કાજ.
                 દેહ શુધ્ધી કરણ થતું જાય,   હર હરગંગે  બોલાતું  જાય.
ભક્તિકેરા બંધન પુરણકાજ,સ્મરણ જલાસાંઇ જલાસાંઇનુંથાય.
                 પુજન અર્ચન  કરીને  આજ, ભક્તિનું  ભાથું  ભરવાને કાજ.
હરેરામ હરેકૃષ્ણ બોલતા જાય,ભક્તિગંગા ઘરમાં વહેતીથાય.
                  પ્રભાતે રમાજાગે રવિ જાગે,  જય જલારામ કહેતા જાય.
દીપલકહે પપ્પા જયજલારામ,નિશીત કહે જયસ્વામિનારાયણ.
                 પેટ પુંજા પતી ઝટપટ લાગે, જ્યારે ચાનાસ્તો પુરો થાય.
બારણું ખોલી  ઘેરથીનીકળતા,દાદાઅમારાસાથે રહેજો અમારે.
                 બોલે સાયંકાળે પેસતા ઘરમાં,હેમખેમ અમે આવીગયા કામેથી.
સાથેબેસી ભોજનકરતાં જોઇ, જલાદાદાખુશ અમો નીરખતા.
                આનંદની પળ ઘરમાં મેળવી,પરમાત્માનો પ્રેમ અમે મેળવતાં.
રાત્રે સુતાજલાબાવની વાંચી,  નિંન્દ્રાધીન દેહ જલાબાપાનેદેતા.
               પ્રદીપનાવંદન જલાબાપાને, દીધા સંસ્કાર ને જીવન ઉજ્વળ.
રમા,દીપલને સંસ્કાર દીધાને, કર્યા રવિ,નિશીતના પાવન જન્મ.
               મોંધેરો માનવ જન્મ અમારો ,જલાસાંઇને ચરણે ઉજ્વળ થાય.
                                    ——–************——–                       
   ઉપરોક્ત દીનચર્યા અમારા જીવનની છે.જે અમારા જીવનમાં જ્યારથી સમજ
 આવી ત્યારથી સંતપુજ્ય જલારામ બાપાની તથા સંતપુજ્ય સાંઇબાબાની કૃપાથી
 આચરણ કરી મનુષ્ય જીવન સાર્થક કરવાનો પ્રયત્ન છે.   
             હ્યુસ્ટન થી પ્રદીપકુમાર રમણલાલ બ્રહ્મભટ્ટના જયજલારામ.
                                        ——————————–

August 22nd 2007

બે માંથી એક

                                          બે માંથી એક 
 ૨૨/૧/૨૦૦૦                                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ.

જગતમાં કોઇપણ કામમાં બે માંથી એક શબ્દ કાયમ છુપાયેલ છે.જે નીચેના વિધાનો જોતા સ્પષ્ટ થશે.

* કોઇપણ મનુષ્યના જીવનમાં સુખદુઃખ વણાયેલ છે.ક્યાં તે સુખી હોય યા દુઃખી હોય.
* કોઇપણ પરિક્ષા આપશો તો તમે પાસ થશો યા નાપાસ થશો તે નિશ્ચિત છે.
* કોઇપણ ખોટું કામ કરશો  તો પરમાત્મા મારશે યા પ્રજા મારશે તે નક્કી છે.
* તમે બોલ ફેંકશો તો પાછો આવશે યા દુર જતો રહેશે.
* તમે ભણશો તો તમે સુખી થશો નહીં તો દુઃખી થશો.
* તમે લખશો તો કોઇ વાંચશે યા નહીં વાંચે.
* તમે વાંચશો તો પાસ થશો નહીં તો નપાસ નક્કી છે.
* તમે કપડાં પહેરશો તો સભ્ય લાગશો નહીં તો અસભ્ય જરુર દેખાશો.
* તમે માબાપને પુજનીય ગણશો તો કલ્યાણ થશે,નહીં તો અકલ્યાણ નક્કી છે.
* તમે સેવા કરશો તો જીવન પવિત્ર બનશે નહીં તો નર્ક નક્કી છે.
* તમે સ્વીચ પાડશો તો લાઇટ થશે યા નહીં થાય.
* તમે લગ્ન કરશો તો સુખી થશો યા વિચ્છેદ થશે.
* તમે ચુંટણીમાં ઉભા રહેશો તો જીતશો યા હાર થશે.
* તમે કાર ચલાવશો તો સહીસલામત ઘેર પહોંચશો યા અકસ્માત થશે.
* તમે લોટરી લેશો તો લાગશે યા નહીં લાગે.
* તમે કોઇપણ કામ કરશો તો તે કામ પુરુ થશે યા નહીં થાય.
                 * અને છેલ્લે…

 ** હું કાંઇક લખીશ તો વાંચકો તો વાંચશે પણ કદાચ ન પણ વાંચે.જેમાં કોઇ શંકા મને નથી.
                       ——–@@@@——-@@@@——-

August 22nd 2007

ત્રણનો સંબંધ.

                           ત્રણનો સંબંધ.
                                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ.
જીવને ત્રણ રુપ મળે          –   માતા,પિતા અને સંતાન.
જીવને ત્રણમાં જન્મ મળે   –   મનુષ્ય,પ્રાણી યા પક્ષી.
જીવને ત્રણ સંબંધ             –  જન્મ,જીવન અને મૃત્યુ.
દેહને ત્રણ સ્વરુપ મળે       –  બાળપણ,જુવાની અને ઘડપણ.
જગતના ત્રણ અતુટ સંબંધ-  માતા,પિતા અને સંતાન.
ત્રણ માટે પ્રયત્ન કરવો પડે-  પ્રેમ,પૈસો અને ભણતર.
ત્રણ ભાગ્યશાળીને મળે      –  સંસ્કાર,ભક્તિ અને સન્માન.
ત્રણનું વળતર વણકલ્પ્યું છે-  મહેનત,શ્રધ્ધા અને વિશ્વાસ.
           
મનુષ્ય     –        જન્મ,જીવન અને મૃત્યું.
જન્મ        –        બાળપણ,જુવાની અને ધડપણ.
કાળ         –        ભુતકાળ,વર્તમાનકાળ અને ભવિષ્યકાળ.
લોહીનો સંબંધ-  માતા,પિતા અને સંતાન.
દીવસ      –        સવાર,બપોર અને સાંજ.
સમજ       –        મર્મ,કર્મ અને ધર્મ.
અવસ્થા   –        દેવ,માનવ અને દાનવ.
સમય       –        કાલ,આજ અને આવતી કાલ. 

પ્રકૃતિ       –        સાત્વિક,રાજસી અને તામસી.

                ****************

August 22nd 2007

આઝાદી

                                         આઝાદી
૭/૧૨/૧૯૯૮
                                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્વતંત્રતાની વેદી પર, શીશ સૌ ઝુકાવીને
                  એકનાદ સૌ સાથે કરીએ,  દેશની  આઝાદી નો.

પ્રેમ પ્રેમ થી બની ગયા,એક સૌ ઢાલ સમા 
                 અહિંસાનો એનાદ તો ,બન્યોએ જગમાં તાત સમ.
                                                                      …સ્વતંત્રતાની
ગાંધી નહેરુ શાન છે, દેશના ઇતિહાસ પર
                 શાંન્તિ કેરા દાસ છે, અહિંસાના પથ  દ્વાર  પર.
                                                                     ….સ્વતંત્રતાની.
જરુર જાણજો જગમાં સૌ,દેશદાઝ હોય ભલે,
                 પ્રેમ ભાવ થી જ  વધે, શાન  દેશની  જગે.
                                                                     ….સ્વતંત્રતાની.
દીપ થવાથી નથી, પ્રદીપ બની જાણજો
                આન,બાન,શાન  સૌ, દેશની તમ હાથ છે.
                                                                     ….સ્વતંત્રતાની.

                             —————–