August 22nd 2007

બે માંથી એક

                                          બે માંથી એક 
 ૨૨/૧/૨૦૦૦                                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ.

જગતમાં કોઇપણ કામમાં બે માંથી એક શબ્દ કાયમ છુપાયેલ છે.જે નીચેના વિધાનો જોતા સ્પષ્ટ થશે.

* કોઇપણ મનુષ્યના જીવનમાં સુખદુઃખ વણાયેલ છે.ક્યાં તે સુખી હોય યા દુઃખી હોય.
* કોઇપણ પરિક્ષા આપશો તો તમે પાસ થશો યા નાપાસ થશો તે નિશ્ચિત છે.
* કોઇપણ ખોટું કામ કરશો  તો પરમાત્મા મારશે યા પ્રજા મારશે તે નક્કી છે.
* તમે બોલ ફેંકશો તો પાછો આવશે યા દુર જતો રહેશે.
* તમે ભણશો તો તમે સુખી થશો નહીં તો દુઃખી થશો.
* તમે લખશો તો કોઇ વાંચશે યા નહીં વાંચે.
* તમે વાંચશો તો પાસ થશો નહીં તો નપાસ નક્કી છે.
* તમે કપડાં પહેરશો તો સભ્ય લાગશો નહીં તો અસભ્ય જરુર દેખાશો.
* તમે માબાપને પુજનીય ગણશો તો કલ્યાણ થશે,નહીં તો અકલ્યાણ નક્કી છે.
* તમે સેવા કરશો તો જીવન પવિત્ર બનશે નહીં તો નર્ક નક્કી છે.
* તમે સ્વીચ પાડશો તો લાઇટ થશે યા નહીં થાય.
* તમે લગ્ન કરશો તો સુખી થશો યા વિચ્છેદ થશે.
* તમે ચુંટણીમાં ઉભા રહેશો તો જીતશો યા હાર થશે.
* તમે કાર ચલાવશો તો સહીસલામત ઘેર પહોંચશો યા અકસ્માત થશે.
* તમે લોટરી લેશો તો લાગશે યા નહીં લાગે.
* તમે કોઇપણ કામ કરશો તો તે કામ પુરુ થશે યા નહીં થાય.
                 * અને છેલ્લે…

 ** હું કાંઇક લખીશ તો વાંચકો તો વાંચશે પણ કદાચ ન પણ વાંચે.જેમાં કોઇ શંકા મને નથી.
                       ——–@@@@——-@@@@——-

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment