October 22nd 2011

અંતરની અભિલાષા

.                 અંતરની અભિલાષા

તાઃ૨૨/૧૦/૨૦૧૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલી માનવતા સમજતાં,દેહનો સહવાસ સુધરી જાય
એક કદમ માંડતા જીવનમાં,બીજા બે સરળતા દઈ જાય
.                       …………..મળેલી માનવતા સમજતાં.
મનથી છુટતી કળીયુગી માયા,સુખ શાંન્તિ આપી જાય
નિર્મળ સ્નેહની વર્ષા મેળવતાં,માયા મોહ ભાગી  જાય
જલાસાંઇનો પ્રેમ મેળવતાં,જીવની મતીય સુધરી જાય
મુક્તિદ્વારખોલતા સંતોથી,દેહથીજીવને મુક્તિ મળીજાય
.                       …………..મળેલી માનવતા સમજતાં.
મળે અંતરથી પ્રેમ માબાપનો,જ્યાં સંતાન રહી જીવાય
કુદરતની મળે કૃપા અચાનક,જ્યાં ભક્તિ માર્ગ ખોલાય
વ્યાધી આવતી અટકી જાય,જ્યાં આશીર્વાદ મળી જાય
મિથ્યા બને લેખ લખેલા,ને આ માનવજન્મ સાર્થકથાય
.                      ……………મળેલી માનવતા સમજતાં.

==================================