October 17th 2011

સારુ નરસુ

.                      સારુ નરસુ

તાઃ૧૭/૧૦/૨૦૧૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતા જીવને અવનીએ,કામ સારુ નરસુ જ થાય
સારાકામની સીડી સુખની,નરસુ અધોગતીએ દોરી જાય
.                         ………….જન્મ મળતા જીવને અવનીએ.
ઉજ્વળ કામનો સંગ રહેતા,સરળતાએ કામ થતાં જાય
નાવ્યાધી આવે કોઇ કામમાં,જ્યાં એ સરળતાએ કરાય
અણસાર રહે જ્યાં પ્રભુકૃપાનો,ત્યાં મુંઝવળ ભાગી જાય
સારા કામની કેડી મલતાં,માનવતા જગમાં મહેંકીજાય
.                        …………..જન્મ મળતા જીવને અવનીએ.
કળીયુગ સાથે કદમ મળે જ્યાં,ત્યાં કુદરત ભુલી જવાય
અહં આવે દોડી સંગે જીવનમાં,ત્યાં સ્વાર્થનો ઉભરોથાય
મગજ પકડી બુધ્ધિ બગાડે,ને કામ જીવનમાંબગડીજાય
નરસાની ના અપેક્ષા કોઇ,તોય વાણીથી અટવાઇ જાય
.                          ………….જન્મ મળતા જીવને અવનીએ.

++++++++++++++++++++++++++++++++++++

October 17th 2011

ઝંઝટ કે ઝાપટ

.                      ઝંઝટ કે ઝાપટ

તાઃ૧૭/૧૦/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળીયુગ એતો કાતર એવી,જ્યાં ત્યાં જીવને ઝંઝટ દેતી
લાકડી કદીના હાથમાં રહેતી,તોય નસીબે ઝાપટ પડતી
.                         ………….કળીયુગ એતો કાતર એવી.
શ્રધ્ધાનો સહવાસ જીવનમાં,જે અદભુતશાંન્તિ દઈદેતો
સાથ અનોખો આંગળી પકડે,ના તકલીફ આવતી જોતો
સાચા પ્રેમની એજ સરળતા,મળી જાય જીવનમાં સાથ
ઝંઝટનો નાઅણસાર મળે,કે ના વ્યાધીઓનો સંગ થાય
.                     …………….કળીયુગ એતો કાતર એવી.
સમયને સમજી ચાલતાં જીવને,મળે કુદરતનો અણસાર
આવતી તકલીફો  દુર રહે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
કળીયુગ કેરી ગતીમાંરહેતાં,મન અને દ્રષ્ટિ પણ બદલાય
ઝાપટ પડે જ્યાં કુદરતની,ત્યાં ના કોઇથી જગમાં બચાય
.                       ……………કળીયુગ એતો કાતર એવી.

==================================