October 17th 2011

સારુ નરસુ

.                      સારુ નરસુ

તાઃ૧૭/૧૦/૨૦૧૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતા જીવને અવનીએ,કામ સારુ નરસુ જ થાય
સારાકામની સીડી સુખની,નરસુ અધોગતીએ દોરી જાય
.                         ………….જન્મ મળતા જીવને અવનીએ.
ઉજ્વળ કામનો સંગ રહેતા,સરળતાએ કામ થતાં જાય
નાવ્યાધી આવે કોઇ કામમાં,જ્યાં એ સરળતાએ કરાય
અણસાર રહે જ્યાં પ્રભુકૃપાનો,ત્યાં મુંઝવળ ભાગી જાય
સારા કામની કેડી મલતાં,માનવતા જગમાં મહેંકીજાય
.                        …………..જન્મ મળતા જીવને અવનીએ.
કળીયુગ સાથે કદમ મળે જ્યાં,ત્યાં કુદરત ભુલી જવાય
અહં આવે દોડી સંગે જીવનમાં,ત્યાં સ્વાર્થનો ઉભરોથાય
મગજ પકડી બુધ્ધિ બગાડે,ને કામ જીવનમાંબગડીજાય
નરસાની ના અપેક્ષા કોઇ,તોય વાણીથી અટવાઇ જાય
.                          ………….જન્મ મળતા જીવને અવનીએ.

++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment