October 15th 2011

ઉતાવળ

.                        ઉતાવળ

તાઃ૧૫/૧૦/૨૦૧૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉતાવળે ના આંબા પાકે,કે નાકામ સફળ કોઇ થાય
મનની શાંન્તિ મેળવવા કાજે,ધીરજ સદાય રખાય
.                        …………ઉતાવળે ના આંબા પાકે.
એક કામને સમજી લેતાં જ,બીજા કામને વિચારાય
ઝટપટની છોડી ઝાપટને,એનોમનથી વિચાર થાય
આફત આવતી દુર રહે,ને કામ સફળતાય દઈજાય
શાંન્તિ મનને મળતીજાય,જ્યાં અદભુત સંકેતથાય
.                        ………….ઉતાવળે ના આંબા પાકે.
હું કરું ને મેં કર્યુ બોલતા તો,અપમાનનુ આદર થાય
અટકીઅટકી કામ થતાજ્યાં,ત્યાં નિરાશ થઇ જવાય
ઉતાવળ એ અતિનો મોહ છે,જે નિષ્ફળતા દઈ જાય
શાંન્તિ મળે જીવનમાં તેને,જે સમય પારખીને જાય
.                         ………….ઉતાવળે ના આંબા પાકે.

@@@@@@@@@@@@@@@@@@@@@@