October 23rd 2011

સાર્થક જન્મ

.                 સાર્થક જન્મ

તાઃ૨૩/૧૦/૨૦૧૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંટીધુટી તો અડીને ચાલે,ના કળીયુગમાં છટકાય
જન્મ સાર્થક સાંઇ સંગે,સાચી શ્રધ્ધા એ મળી જાય
.                    ……………આંટીધુટી તો અડીને ચાલે.
નિત્યસવારે ધુપદીપનીએક જ્યોતે,બાબા રાજી થાય
વંદન કરતાં ચરણે સાંઇને,પ્રદીપને હૈયે આનંદ થાય
કૃપાની વર્ષા  મળે દેહને,ઉજ્વળ અમારુ જીવન થાય
સદા પવિત્ર કેડી મળતાં,શ્રી જલારામ પણ રાજીથાય
.                   …………….આંટીધુટી તો અડીને ચાલે.
મળેલ જન્મ માનવીનો,સાચી મહેનતથી જ જીવાય
આડુઅવળુ દુર ફેકતાં જીવનમાં,સાચીકેડી મળીજાય
તન,મન,ધનથી શાંન્તિ મેળવી,પ્રભુ કૃપા મેળવાય
જલાસાંઇને પગલેચાલતાં,આ જન્મસાર્થક થઈ જાય
.                     …………..આંટીધુટી તો અડીને ચાલે.

++++++++++++++++++++++++++++++++++