October 11th 2011

કૃપાળુ સાંઇ

.                    . કૃપાળુ સાંઇ

તાઃ૧૧/૧૦/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇબાબા તો  છે કૃપાળુ,ને એતો દયાનો ભંડાર
સાચી ભક્તિ મનથી કરતાં,મળે કૃપાનો વરસાદ
.                  ……..એવા ભક્તોના વ્હાલા છે ભરથાર.
સ્મરણ માત્રથી શક્તિ દેતા,ને દેતા ભક્તોને સદમાર્ગ
મુંજવણ મનની ટાળી દેતા,દઈને જીવનમાં સહવાસ
રાખી જ્યોત જીવનમાં પ્રેમની,જે માનવતા દઈ જાય
મળે અંતે મોક્ષજીવને કૃપાએ,ને જન્મમરણ ટળી જાય
.                   ……..એવા ભક્તોના વ્હાલા છે ભરથાર.
માનવતાની મહેંક પ્રસરે,ત્યાં અદભુત પ્રેમ મળી જાય
સાંઇ સાંઇના સ્મરણ માત્રે,જીવથી મુક્તિ માર્ગ ખોલાય
આવીઆંગણે બાબા રહે,જે જીવનો હાથપકડી લઈજાય
કૃપાળુ સાંઇની કૃપાઅનોખી,સાચી ભક્તિએ મળી જાય
.                 ……….એવા ભક્તોના વ્હાલા છે ભરથાર.

<><><><><><><><><><><><><><><><><>

October 11th 2011

काशी ओर काबा

.                   काशी ओर काबा

ताः११/१०/२०११                  प्रदीप ब्रह्मभट्ट

श्रध्धा मनमें रहेती है,जहां भक्ति सच्ची  होती है
प्यार बाबाका मिलता है,जहां सबुरी साथ रहेती है
.                      ………….श्रध्धा मनमें रहेती है.
धर्म कर्मकी ना चिंता रहेती,जहां भेदभाव रहेते दुर
प्रेम पाना सच्चे दीलसे,मीले प्रेमभी बाबाका अतुट
ना काशी हो या काबा मनमें,जहां भक्ति हो भरपुर
मील जायेगें बाबा घरमें,नही रहेंगे तुमसे भीवो दुर
.                    ………….  श्रध्धा मनमें रहेती है.
देह मीले जगमें जीवको,मीलते बंधनभी जो अतुट
हिन्दु मुस्लीम एक होते,जहां  मीलती बाबाकी धुप
द्रष्टि एक होजाती सबकी,जहां सांइकी होती भक्ति
जन्मभी होता उज्वल,जहां सांइनामनी माला होती
.                     …………..श्रध्धा मनमें रहेती है.

——————————————————

October 11th 2011

ધારા

.                         ધારા

તાઃ૧૧/૧૦/૨૦૧૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની ઉજ્વળ રાહો,પવિત્રતાએ જ સમજાય
નિર્મળ જીવન જીવી રહેતાં,દેહને પવિત્રધારા મળી જાય
.                    …………..માનવ જીવનની ઉજ્વળ રાહો.
ગંગા જળની પવિત્ર ધારા,ભોળા શિવજીને રીઝવી જાય
આંગળી પકડી ચાલતા સંતાનને,માગ્યો પ્રેમ મળી જાય
જીવનનીધારા સરળબને,જે મળેલ જન્મ સફળકરી જાય
ઉજ્વળજીવનમાં માર્ગ મળે,ને માબાપનો પ્રેમમળીજાય
.                    …………..માનવ જીવનની ઉજ્વળ રાહો.
લાકડી લઇને ચાલતા દેહને,મળી જાય ટેકાનો સથવાર
આંગળી છુટી લાકડી પકડાતા,જોઇ આંસુની ધારા થાય
પ્રેમ મળે જલાસાંઇનો જીવને,જ્યાં પ્રાર્થના પુંજન થાય
પવિત્ર પ્રેમની ધારાવહે,ત્યાં આ જીવન ધન્ય થઈ જાય
.                    …………..માનવ જીવનની ઉજ્વળ રાહો.

**********************************