October 11th 2011

ધારા

.                         ધારા

તાઃ૧૧/૧૦/૨૦૧૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની ઉજ્વળ રાહો,પવિત્રતાએ જ સમજાય
નિર્મળ જીવન જીવી રહેતાં,દેહને પવિત્રધારા મળી જાય
.                    …………..માનવ જીવનની ઉજ્વળ રાહો.
ગંગા જળની પવિત્ર ધારા,ભોળા શિવજીને રીઝવી જાય
આંગળી પકડી ચાલતા સંતાનને,માગ્યો પ્રેમ મળી જાય
જીવનનીધારા સરળબને,જે મળેલ જન્મ સફળકરી જાય
ઉજ્વળજીવનમાં માર્ગ મળે,ને માબાપનો પ્રેમમળીજાય
.                    …………..માનવ જીવનની ઉજ્વળ રાહો.
લાકડી લઇને ચાલતા દેહને,મળી જાય ટેકાનો સથવાર
આંગળી છુટી લાકડી પકડાતા,જોઇ આંસુની ધારા થાય
પ્રેમ મળે જલાસાંઇનો જીવને,જ્યાં પ્રાર્થના પુંજન થાય
પવિત્ર પ્રેમની ધારાવહે,ત્યાં આ જીવન ધન્ય થઈ જાય
.                    …………..માનવ જીવનની ઉજ્વળ રાહો.

**********************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment