શીતળ નૈન
. શીતળ નૈન
તાઃ૨/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ તારા નૈન છે,ને પ્રીત તારી પણ સાચી
. મળી ગઈ મને તુ જીવનમાં,શાંન્તિ ત્યારથી આવી
એવી પ્રીત ભઇ સાચી,તારી પ્રીત મળી મને સાચી.
ઉજ્વળ જીવનની શોધ કરતા,મારા વર્ષો ગયા અતિ ભારી
નિંદ હરાઇ ને મનની મુંઝવણ,ચાલી જીવનમાં પણ લાંબી
કુદરતની એક જ કૃપા મળતાં,તારી રાહ મળી ગઈ ન્યારી
પ્રીતની દોરીએ બંધાતા દેહથી,જગતમાં પ્રીતસાચી જાણી
. ……………શીતળ તારા નૈન છે.
કરુણાનીકેડી છે નાની,ના જગતમાં કોઇ જીવથી અજાણી
મળતી માયા કાયાની જ્યાં,ત્યાં પ્રીત પારકી થઈ જાતી
અંતરના આનંદને પકડીરાખતાં,ના ઉભરો થઈ છલકાતો
શીતળતાના વાદળ લેતાં,જીવનો જન્મ સફળ થઈ જાતો
. ……………શીતળ તારા નૈન છે.
###################################