October 5th 2011

ભક્તની ભક્તિ

.                    ભક્તની ભક્તિ

તાઃ૫/૧૦/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળે માનવનો જીવને,ત્યારે માર્ગ ઘણાજ દેખાય
કયા માર્ગે ક્યાં જવાય,એતો અનુભવથીજ સમજાય
.                       ………….દેહ મળે માનવનો જીવને.
ઉજ્વળ જીવન દેવા સંતાનને,સંસ્કારથી જ  સચવાય
માબાપને આદર દેતા જીવનમાં,સાચી રાહ મળી જાય
મળતાં માયા મોહ જીવને,દેખાવે દાનવ બનાવી જાય
સુખ શોધવા નિકળવુ પડે,એ જીવની ખોટીરાહ કહેવાય
.                      …………..દેહ મળે માનવનો જીવને.
સંતનો સહવાસ મળે જ્યાં,ત્યાં ભક્તિ માર્ગ મળી જાય
સાચી સેવા પ્રભુનીકરતાં,જીવ પર પ્રભુ કૃપા થઈ જાય
દેખાવનો ડંડો પકડી  ચાલતાં,ના જીવનો ઉધ્ધાર થાય
ટીલાં ટપકા કરી ચાલતાં,અંતે વ્યંઢળ પણ થઈ જવાય
.                      ……………દેહ મળે માનવનો જીવને.
નિર્મળ ભાવના રાખતાં,ને શ્રધ્ધા પરમાત્મામાં રખાય
આંગળીચીધી સંત જલાસાંઇએ,જે માનવતા દઈ જાય
ભગવુ પહેરી ભક્તિ કરતાં,અહીંનારી દેહથી અભડાવાય
માતા સમજી વંદન કરતાં,મળૅલ જન્મ સફળ થઈ જાય
.                      …………….દેહ મળે માનવનો જીવને.

**********************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment