October 9th 2011

જીવ ને જગત

.                 જીવ ને જગત

તાઃ૯/૧૦/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

*સમયને જગતમાં કોઇ પકડી શક્યુ નથી.
*જીવને મળેલ દેહની અપેક્ષા અધુતી રહેતા તેને જન્મ મળે છે.
*પ્રાણી અને પશુના દેહની જીંદગી એ બીજા પર આધારીત હોય છે.
*આજકાલના બંધન દરેક દેહને વળગેલ છે સાચી ભક્તિ જીવને બચાવે  છે.
*મારાની મમતા અને તારાનો તિરસ્કાર એ જ જીવનને ભિંજવી રાખે છે.
*મળતો પ્રેમ એ જીવની લાયકાત અથવા કર્મનાબંધન જે જીવનો ભુતકાળ છે.
*જ્યાં મોહમાયાના સંબંધ છે ત્યાં સતકર્મોનો સહવાસ કદી રહેતો જ નથી.
*જન્મ દેનાર માતા અને પાલનહાર પિતાને સદા નિર્મળ ભાવનાથી જોવા જોઇએ.
*જગના બધા બંધન નાશ પામે જ્યાં સાચા સંતની ભક્તિ થાય અને વર્તન સચવાય.
*કળીયુગની કાતર સૌપર ચાલે છે,પણ જ્યાં પરમાત્માની સાચી ભક્તિ છે ત્યાં અટકે છે.
*અપેક્ષા એ જીવની માગણી છે.કૃપાએ જીવની સાચી લાયકાત છે,જે ભક્તિએ જ મળે છે.

.    જીવ અને જગતની આ સમજ દરેક દેહને સ્પર્શે છે તેમાંથી કોઇ જ છટકી શકતુ નથી.
અને એટલા માટે માનવદેહથી સદમાર્ગે જવાય તો જીવનો ઉધ્ધાર થાય અને મુક્તિ મળે.

*************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment