October 16th 2011

જન્મદીનનો આનંદ



.

.

.

.

.

.

.

.

.

.                  જન્મદીનનો આનંદ

તાઃ૧૬/૧૦/૨૦૧૧       (૧૯૮૩)        પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી દોડી જન્મ તારીખ ભઈ,આજે જીગ્નેશ મલકાઇ જાય
સમય ના પકડે કોઇ જીવનમાં,એ તો આગળ ચાલતો જાય
.                        ………….આવી દોડી જન્મ તારીખ ભઈ
રવિવારની શીતળ સવાર હતી,ને ૧૬ તારીખ ઑક્ટોબરની
સાવલી ગામની પવિત્ર ધરતીએ,ભઈ સાલ હતી એ ૧૯૮૩
માતાની માયા મીના બેનની,ને પિતા બની ગયા વિનુભાઇ
એવા દીકરા વ્હાલા જીગ્નેશનો,જન્મદીન હ્યુસ્ટનમાં ઉજવાય
.                        …………. આવી દોડી જન્મ તારીખ ભઈ.
પાપા પગલી કરતો જોતાં બાળકને,માતા મીનાબેન હરખાય
પવિત્ર કેડી જીગ્નેશની જોતાં,પિતા વિનુભાઈને આનંદ થાય
આર્યાની આંગળી પકડી નેહા સંગે,પરિક્ષીતકુમાર આવી જાય
આનંદ સૌને અનેરો આજે,જીગ્નેશ આજે વર્ષ ૨૮ વટાવી જાય
.                          ………….આવી દોડી જન્મ તારીખ ભઈ.
પ્રેમ ભાવના સૌની સાથે છે,જે આજે તેના જન્મદીને મેળવાય
પ્રદીપ,રમા દોડતા આવ્યા,સંગે રવિ,દીપલ,નિશીત ખુશ થાય
પ્રભુભક્તિને પકડી રાખતાં,જીવનમાં શીતળ રાહ પણ મેળવાય
શતમ જીવં શરદં કહેતા સૌ આજે,જન્મદિનનો આનંદ લેતાજાય
.                            ………….આવી દોડી જન્મ તારીખ ભઈ.

============================================
.          ચી. જીગ્નેશનો આજે જન્મદીન હોઇ પવિત્ર ભાવનાએ આશીર્વાદ આપી
પરમાત્માને તથા સંત જલારામ અને સાંઇબાબાને વિનંતી કરીએ કે તેની સર્વ
મનોકામના પુર્ણ કરી માનવ જન્મ સાર્થક કરવાની તક આપે તે જ પ્રાર્થના.

લી.પ્રદીપ ,રમા,રવિ,દીપલ,નિશીતકુમારના જય જલાસાંઇરામ. તાઃ૧૬/૧૦/૨૦૧૧

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment