October 24th 2011

નસીબની કેડી

.                        નસીબની કેડી

તાઃ૨૪/૧૦/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જકડે કર્મજગતના,જ્યાં દેહ અવનીએ મળી જાય
અજબલીલા કુદરતની,જીવને આવન જાવનથી સમજાય
.                             …………..જીવને જકડે કર્મ જગતના.
દેહ મળતાં માનવીનો અવનીએ,જીવ નસીબદાર કહેવાય
તક દઈ દીધી છેપરમાત્માએ,સમઝતાં દેહના બંધન જાય
રાહ મળતાં ભક્તિની જીવને,સમજણથી  શાંન્તિ થઈ જાય
સંસારના બંધન અતુટ જગતના,ના કોઇથી જગમાં છોડાય
.                               ………….જીવને જકડે કર્મ જગતના.
મળેલ બંધન દેહના જીવને,સાચવતા રાહ સરળ થઈ જાય
ભક્તિનો સંબંધ છે અંતરથી,સાચી શ્રધ્ધાએ તેને સચવાય
મળેજ્યાં પ્રેમજગતમાં જીવોનો,નાકોઇથી અવનીએ છોડાય
ભાવનાસાચીભક્તિમાં છે,જે કૃપાએ નસીબદારને મળીજાય
.                              ………….જીવને જકડે કર્મ જગતના.

######################################

October 23rd 2011

સાર્થક જન્મ

.                 સાર્થક જન્મ

તાઃ૨૩/૧૦/૨૦૧૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંટીધુટી તો અડીને ચાલે,ના કળીયુગમાં છટકાય
જન્મ સાર્થક સાંઇ સંગે,સાચી શ્રધ્ધા એ મળી જાય
.                    ……………આંટીધુટી તો અડીને ચાલે.
નિત્યસવારે ધુપદીપનીએક જ્યોતે,બાબા રાજી થાય
વંદન કરતાં ચરણે સાંઇને,પ્રદીપને હૈયે આનંદ થાય
કૃપાની વર્ષા  મળે દેહને,ઉજ્વળ અમારુ જીવન થાય
સદા પવિત્ર કેડી મળતાં,શ્રી જલારામ પણ રાજીથાય
.                   …………….આંટીધુટી તો અડીને ચાલે.
મળેલ જન્મ માનવીનો,સાચી મહેનતથી જ જીવાય
આડુઅવળુ દુર ફેકતાં જીવનમાં,સાચીકેડી મળીજાય
તન,મન,ધનથી શાંન્તિ મેળવી,પ્રભુ કૃપા મેળવાય
જલાસાંઇને પગલેચાલતાં,આ જન્મસાર્થક થઈ જાય
.                     …………..આંટીધુટી તો અડીને ચાલે.

++++++++++++++++++++++++++++++++++

October 22nd 2011

અંતરની અભિલાષા

.                 અંતરની અભિલાષા

તાઃ૨૨/૧૦/૨૦૧૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલી માનવતા સમજતાં,દેહનો સહવાસ સુધરી જાય
એક કદમ માંડતા જીવનમાં,બીજા બે સરળતા દઈ જાય
.                       …………..મળેલી માનવતા સમજતાં.
મનથી છુટતી કળીયુગી માયા,સુખ શાંન્તિ આપી જાય
નિર્મળ સ્નેહની વર્ષા મેળવતાં,માયા મોહ ભાગી  જાય
જલાસાંઇનો પ્રેમ મેળવતાં,જીવની મતીય સુધરી જાય
મુક્તિદ્વારખોલતા સંતોથી,દેહથીજીવને મુક્તિ મળીજાય
.                       …………..મળેલી માનવતા સમજતાં.
મળે અંતરથી પ્રેમ માબાપનો,જ્યાં સંતાન રહી જીવાય
કુદરતની મળે કૃપા અચાનક,જ્યાં ભક્તિ માર્ગ ખોલાય
વ્યાધી આવતી અટકી જાય,જ્યાં આશીર્વાદ મળી જાય
મિથ્યા બને લેખ લખેલા,ને આ માનવજન્મ સાર્થકથાય
.                      ……………મળેલી માનવતા સમજતાં.

==================================

October 21st 2011

અણમોલ

.                     અણમોલ

તાઃ૨૧/૧૦/૨૦૧૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જકડી ચાલે માયા,ના મોલ તેનુ કહેવાય
કઈ કોની ને કેટલી છે એ,જાણતા એતો પરખાય
.                        ………….જીવને જકડી ચાલે માયા.
મળે જ્યાં માનવ દેહ જીવને,અણમોલ કૃપા કહેવાય
સમજી વિચારી જીવન જીવતાં,જીવ મુક્તિએ દોરાય
માયા વળગે મોહ વળગે,એ તો કળીયુગની ભઈ રીત
અંત તેનો આવેઉત્તમ,જેને સાચી ભક્તિથી થઈ પ્રીત
.                         …………..જીવને જકડી ચાલે માયા.
સંસારનાબંધન સરળબને.જ્યાં વડીલને વંદન થાય
મળે આશિર્વાદ  અંતરથી,ત્યાં વ્યાધીઓ ભાગી જાય
જલાસાંઇનો પ્રેમમળે દેહને,મળેલ જન્મ સાર્થક થાય
અણમોલ રાહ ભક્તિની મળે,જે પાવન કર્મો કરી જાય
.                          …………..જીવને જકડી ચાલે માયા.

*********************************************

October 20th 2011

ચાલતો રહેજે

.                       ચાલતો રહેજે

તાઃ૨૦/૧૦/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખદુઃખ છે સંસારની કેડી,જીવનને રાખે એ જકડી
સૌને આવી મળીએ રહેતી,ના કોઇનાથી એ અટકી
.                   ……………સુખદુઃખ છે સંસારની કેડી.
કર્મબંધન એ જીવના સ્પંદન,માનવ દેહે કરતા વંદન
સુખમાં સંભાળી જગે જીવતા,દુઃખમાં સાથી સંગે રહેતા
શુળીનો ઘા જ્યાં સોયેસરતાં,પ્રભુકૃપાએ દુઃખડા ઘટતા
મક્કમ મનથી જીવન જીવવા,સદા પ્રેમે ચાલતો રહેજે
.                    ……………સુખદુઃખ છે સંસારની કેડી.
આવે મોહમાયા જીવનમાં,સાચવીને તું ડગલાં ભરજે
સમજવાની એક રીત ન્યારી,જીવનમાં એસુખ દેનારી
પગલુ એકજે ભરેલ છે સાચુ,નામળે કોઇબીજુ કંઈવાંકુ
મસ્તમજાની જીંદગીલેવા,સદાજીવનમાં ચાલતો રહેજે
.                      ………….સુખદુઃખ છે સંસારની કેડી.

==========================================

October 19th 2011

પ્રેમ મળી ગયો

.               .પ્રેમ મળી ગયો

તાઃ૧૯/૧૦/૨૦૧૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

તમારો પ્રેમ ને તમારી લાગણી,તમારો સ્નેહ ને તમારી પ્રીત
અજબ અનોખી જગની રીત,જેનાથી મળી મને પ્રભુની પ્રીત
.                        ………….તમારો પ્રેમ ને તમારી લાગણી.
નિત્ય સવારે  સ્મરણ કરતાં,ભક્તિ પ્રેમ  સંગે કૃપા જ મળતા
વાણી વર્તનને સમજી વિચારતાં,મળે પ્રેમ જીવનમાં ગમતા
મોહમાયાને દુર મુકી જ્યાં,મળી ગયો અંતરથીપ્રેમ જગતમાં
હ્યુસ્ટન તો મારી સાહિત્યભુમી,ને ગુજરાત છે મારી જન્મભુમી
.                       …………..તમારો પ્રેમ ને તમારી લાગણી.
કલમ પકડતાં ભઈ કાતર  છુટી,જીવનમાં ત્યાં મળી સંમૃધ્ધિ
પ્રેમ તમારો મનથી મેળવતાં,સોપાન સિધ્ધિના પ્રેમે મળતાં
આજકાલનો અતિ મોહ નિકળતા,ઉજ્વળ રાહ જીવને મળતા
જલાસાંઇની મને ભક્તિ વ્હાલી,કુટુંબ જીવનમાં શાંન્તિ આણી
.                          ………….તમારો પ્રેમ ને તમારી લાગણી.

============================================
.         .હ્યુસ્ટનમાં મને શ્રી વિજયભાઇ શાહ તથા સાહિત્ય પ્રેમીઓનો સાથ અને
લેખન જગતમાં તેમનો સહવાસ મા સરસ્વતીની કૃપા મેળવવા પાત્ર બનાવી
મને આ સોપાન પર લાવ્યા છે. તાઃ૧૧/૫/૧૯૭૧ના રોજથી મને સંત પુ.મોટાના
આશ્રમથી પ્રેરણા મળી.પ્રથમ કાવ્ય લખાયુ અને હ્યુસ્ટનમાં આવ્યા બાદ એપ્રીલ
૨૦૦૭ થી wordpressમાં પદાર્પણ થયું. જોકે એ સોપાનનો જશ વિજયભાઇને
જાય છે.               vijayshah.wordpress.com
સૌ વાંચકો અને સહાયકોનો સદાય રૂણી એવા
પ્રદીપ બ્રહ્મભટ્ટ ના સૌને જય જલારામ જય સાંઇરામ.

__________________________________________________-

October 18th 2011

મનની સમજણ

.               મનની સમજણ

તાઃ૧૮/૧૦/૨૦૧૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ મનની ઝંઝટ બહું,ના સમજી શકુ હું સહુ
આવી પકડે મારો કાન,સમજ મને ના આવે કહુ
.                   …………માનવ મનની ઝંઝટ બહું.
સરળતા છે જીવનની કેડી, નાશકે તેને કોઇ અડી
સમજણ મળતાં જીવને,ચાલે સરળ નાઆવે હેલી
અપેક્ષાની માયાછુટતાં,મળેલદેહને મળે સફળતા
સુખ શાંન્તિની રાહ મળતાં,પવિત્ર જીવન જીવતા
.                   ………….માનવ મનની ઝંઝટ બહું.
અપેક્ષાની માયા મળતી,કાયા જીવનમાં રઝળતી
નિર્મળ ભાવના છુટતી,વ્યાધી ત્યારે આવી મળતી
તકલીફોની વર્ષામળતાં,સમજ નાઆવેકેડી ત્યાંથી
મનનીસમજણ મુંઝવણબનતા,પ્રભુકૃપા દુર રહેતા
.                 ……………માનવ મનની ઝંઝટ બહું.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

October 17th 2011

સારુ નરસુ

.                      સારુ નરસુ

તાઃ૧૭/૧૦/૨૦૧૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતા જીવને અવનીએ,કામ સારુ નરસુ જ થાય
સારાકામની સીડી સુખની,નરસુ અધોગતીએ દોરી જાય
.                         ………….જન્મ મળતા જીવને અવનીએ.
ઉજ્વળ કામનો સંગ રહેતા,સરળતાએ કામ થતાં જાય
નાવ્યાધી આવે કોઇ કામમાં,જ્યાં એ સરળતાએ કરાય
અણસાર રહે જ્યાં પ્રભુકૃપાનો,ત્યાં મુંઝવળ ભાગી જાય
સારા કામની કેડી મલતાં,માનવતા જગમાં મહેંકીજાય
.                        …………..જન્મ મળતા જીવને અવનીએ.
કળીયુગ સાથે કદમ મળે જ્યાં,ત્યાં કુદરત ભુલી જવાય
અહં આવે દોડી સંગે જીવનમાં,ત્યાં સ્વાર્થનો ઉભરોથાય
મગજ પકડી બુધ્ધિ બગાડે,ને કામ જીવનમાંબગડીજાય
નરસાની ના અપેક્ષા કોઇ,તોય વાણીથી અટવાઇ જાય
.                          ………….જન્મ મળતા જીવને અવનીએ.

++++++++++++++++++++++++++++++++++++

October 17th 2011

ઝંઝટ કે ઝાપટ

.                      ઝંઝટ કે ઝાપટ

તાઃ૧૭/૧૦/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળીયુગ એતો કાતર એવી,જ્યાં ત્યાં જીવને ઝંઝટ દેતી
લાકડી કદીના હાથમાં રહેતી,તોય નસીબે ઝાપટ પડતી
.                         ………….કળીયુગ એતો કાતર એવી.
શ્રધ્ધાનો સહવાસ જીવનમાં,જે અદભુતશાંન્તિ દઈદેતો
સાથ અનોખો આંગળી પકડે,ના તકલીફ આવતી જોતો
સાચા પ્રેમની એજ સરળતા,મળી જાય જીવનમાં સાથ
ઝંઝટનો નાઅણસાર મળે,કે ના વ્યાધીઓનો સંગ થાય
.                     …………….કળીયુગ એતો કાતર એવી.
સમયને સમજી ચાલતાં જીવને,મળે કુદરતનો અણસાર
આવતી તકલીફો  દુર રહે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
કળીયુગ કેરી ગતીમાંરહેતાં,મન અને દ્રષ્ટિ પણ બદલાય
ઝાપટ પડે જ્યાં કુદરતની,ત્યાં ના કોઇથી જગમાં બચાય
.                       ……………કળીયુગ એતો કાતર એવી.

==================================

October 16th 2011

रटण और स्मरण

.                रटण और स्मरण

ताः१६/१०/२०११                    प्रदीप ब्रह्मभट्ट

सांइ सांइ के रटण स्मरणसे,मनको शांन्ति मीलती  है
पावनकर्म देकर जीवनमें,सांइ जन्मसफल ये करते है
.                    …………….सांइ सांइ के रटण स्मरणसे.
निर्धनको धनवान बनाके,जीवनमें सुखशांन्ति वो देते है
श्रध्द्धा और विश्वास रखनेसे,सब काम सफल कर देते है
ना मोहमाया का कोइ साथ रहे,ना जीवनमें रहे कोइ माग
कृपा मीले जहां बाबाकी प्रेमसे,उज्वळ जन्म येहो जाता है
.                        …………..सांइ सांइ के रटण स्मरणसे.
सदा साथमें रहेते है,जहां प्रेमभावसे मनसे भक्ति होती है
आधीव्याधी भी दुररहेती है,जहां बाबाकी प्रेमद्रष्टि पडती है
अल्ला इश्वर भी एक ही लगते,जहां श्रध्धा सबुरी रहेती  है
हरपल रटण और स्मरणसे बाबाकी, सदा कृपा भी  होती है.
.                         …………..सांइ सांइ के रटण स्मरणसे.

************************************

« Previous PageNext Page »