October 11th 2012

સફળ જીવન

.                        સફળ જીવન

તાઃ૧૧/૧૦/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સફળ જીવનની એક છે સીડી,સાચી ભક્તિએ મેળવાય
મનમાં રાખી શ્રધ્ધા કરતાં,જલાસાંઇની કૃપા થઇ જાય
.                        ……………….સફળ જીવનની એક છે સીડી.
દેહમળતાં અવનીએ જીવને,જીવનમાં અનેકમાર્ગ દેખાય
કયા માર્ગથી ક્યાં જવાય,તે સાચી પ્રભુકૃપાએજ સમજાય
અવનીપરનું આગમન જીવનુ,કર્મના બંધનથીજ સંધાય
ઉજ્વળ જીવનનીરાહ મેળવવા,જગે પ્રભુભક્તિ થઈજાય
.                      …………………..સફળ જીવનની એક છે સીડી.
માનવી મનને માયા મળે,જ્યાં જીવે કળીયુગી દ્રષ્ટિ થાય
સ્નેહની સાંકળ પરમાત્માથી સાંધતા,જીવને શાંન્તિ થાય
મળે જીવને માર્ગભક્તિનો,જ્યાં માબાપનોપ્રેમ મળીજાય
આધી વ્યાધીની અવગણના થાય,જ્યાં કૃપા પ્રભુની થાય
.                     ………………….. સફળ જીવનની એક છે સીડી.

====================================