October 15th 2012

ભોલેની ભક્તિ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                       ભોલેની ભક્તિ

તાઃ૧૫/૧૦/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલે તમારી ભક્તિ કરતાં,વ્યાધીઓ ભાગી ગઈ
નિર્મળજીવન રાહમળતાં,આજીંદગી પાવનથઈ
.                  ……………….ભોલે તમારી ભક્તિ કરતાં.
અતિ દયાળુ શ્રી ભોલેનાથને,સદાય હું નમુ છુ અહીં
પ્રેમનીપાવન જ્યોત જોતાં,કોઇ વ્યાધી રહેતી નહીં
ઉજ્વળ જીવનની રાહ મળતાં,માનવતામહેંકી ગઈ
અંતરમાં આનંદ અનેરો,જીવની જ્યોત પ્રકટી ગઈ
.                 ………………..ભોલે તમારી ભક્તિ કરતાં.
નિર્મળતાના વાદળ એવા,જીવને ભક્તિ લાગી ગઈ
માતા પાર્વતીનો પ્રેમ મળતાં,જીવનમાં શાંન્તિ થઈ
ૐ નમઃ શિવાયની નાનીકેડી,આકાશમાંપ્રસરી ગઈ
શાંન્તિના સહવાસે જીવનમાં,સૌને પ્રેમ મળે છે ભઈ
.                …………………ભોલે તમારી ભક્તિ કરતાં

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ