સુર્યનો ઉદય
. સુર્યનો ઉદય
તાઃ૭/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુર્યદેવની પહેલી કિરણે,દેહને સ્વાસ્થ્યસારુ મળીજાય
પુંજન અર્ચન પ્રેમે કરતાં,મળેલ જન્મ સફળ થઇ જાય
. …………………સુર્યદેવની પહેલી કિરણે.
શ્રધ્ધા રાખી સુર્યસ્નાન કરતાં,દેહને રોગમુક્તિ મળી જાય
સુર્ય કિરણને સમજી લેતાં,નાદવા કે ગોળી દેહને ભટકાય
પ્રકાશ આંખોને તેજ આપે,જે દ્રષ્ટિને નિર્મળતા આપી જાય
દુર નજીકની પરખ મળે જ્યાં,ત્યાં મનથી બધુંજ સમજાય
. …………………..સુર્યદેવની પહેલી કિરણે.
પ્રભાત પહોરે જગ ઉજ્વળ બને,જ્યાં સુર્યનો ઉદય થાય
અનેક જીવોને સાચીરાહ મળે,ને મળેલ જન્મ સાર્થકથાય
સંધ્યા કાળને સમજી લેતાં,સંત જલાસાંઇની ભક્તિ થાય
પ્રભાત જેની ઉજ્વળ બને,ના મોહમાયા જીવને ભટકાય
. ……………………સુર્યદેવની પહેલી કિરણે.
=====================================