October 2nd 2012

જન્મદીન મહાત્મા ગાંધીનો

.

.

.

.

.

.

.

.

.

            જન્મદીન મહાત્મા ગાંધીનો

તાઃ૨/૧૦/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરવો આ ગુજરાતી જેણે જગમાં દીધી જાણ
.         હિંમત રાખી હૈયે તેમણે,અંગ્રેજોને દીધી હાર
.                      એવા એ ગુજરાતી,જેને ગાંધીજી કહેવાય.
સાબરમતી ના એ સંત થયા,ને ભારતની આઝાદી ઢાલ
પ્રેમ નિખાલસ મેળવીજીવતા,મળી ગયો ત્યાંસૌનોસાથ
મળેલ જન્મને સાર્થક કરતાં,જગે ગાંધી જયંતી ઉજવાય
વતનપ્રેમનો સંગરાખતાં,જગતમાંગુજરાતીઓ હરખાય
.            …………….એવા એ ગુજરાતી,જેને ગાંધીજી કહેવાય.
સત્તાધારી સરકારને ભારતમાં,દીધો ગુજરાતીએ પડકાર
સહન કરીને સાથ મેળવતા સંગીનો,ખોલ્યા આઝાદી દ્વાર
રામનામની પવિત્ર કેડીએ જીવીને,ઉજ્વળકીધો અવતાર
એવા મહાત્માઅગાંધીનો આજે,વિશ્વમાં જન્મદીન ઉજવાય
.            ……………..એવા એ ગુજરાતી,જેને ગાંધીજી કહેવાય.

*************************************************

October 2nd 2012

સ્નેહ કે સંગાથ

.                  .સ્નેહ કે સંગાથ

તાઃ૨/૧૦/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો આવ્યો કહેતો જાય,તોય સંબંધથીએ છટકતો જાય
પળપળ દુર રહેતો જાય,અને સમયનેય લાંબો કરતો જાય
એવો આ કળીયુગનો સંગાથ,છેલ્લે પતિપત્નીને છોડીજાય
.                       ……………………..એવો આ કળીયુગનો સંગાથ.
પકડે લાકડી હાથમાં ચાલે,તોય અભિમાનને એ અથડાય
નાની નાની વાતો સાંભળીને,લાંબી લાંબી એ કરતો જાય
એકડો આવે જીભ પર જ્યાં,ત્યાંતો દસનેએ બબડતો જાય
દરીયા જેવડી  ડૉલ શોધવાને,નદી કિનારે એ ફરતો જાય
.                      ……………………..એવો આ કળીયુગનો સંગાથ.
અંગને જકડીને કપડાં ચાલે,ને પટ્ટાએ  પેટને પકડી જાય
સહયાત્રીનોસંગમેળવવા,અંતે હોઠે લીપસ્ટીક લાગીજાય
દ્રષ્ટિની જ્યાં તકલીફ પડે,ત્યાંજ સંબંધ સ્પર્શથી અથડાય
કુદરતની આ અદભુત છે કેડી,સાચી ભક્તિએજ સમજાય
.                      ……………………..એવો આ કળીયુગનો સંગાથ.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

October 2nd 2012

નિર્મળપ્રેમ

.                          નિર્મળપ્રેમ

તાઃ૨/૧૦/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

વરસે નિર્મળ પ્રેમની વર્ષા,જીવને સુખ શાંન્તિ મળી જાય
પવિત્ર ભાવના મનમાં રાખતાં,મળેલ જીવન મહેંકી જાય
.                         ………………….વરસે નિર્મળ પ્રેમની વર્ષા.
આધી વ્યાધી તો આવે દોડી,અવનીએ કોઇથીય છટકાય
સરળ ભાવનાએ સહન કરતાં,જીવે માનવતા મહેંકી જાય
કર્મબંધન એ જીવની કેડી,જગતમાં ભક્તિ એજ સચવાય
મનવચન ને વાણીવર્તન,એ પ્રભુકૃપાએ નિર્મળ થઈજાય
.                        ……………………વરસે નિર્મળ પ્રેમની વર્ષા.
ના અંતરમાં અભિલાષા કોઇ,કે ના કોઇ જાતનોછે  સ્વાર્થ
નિર્મળ જીવન  જીવવા કાજે,સંત જલાસાંઇનો મળે સાથ
મળે પ્રેમ માબાપનો જીવને,જ્યાં  સંતાનથી સ્નેહે વંદાય
આશીર્વાદ છે ઉજ્વળકેડી,જીવને નિર્મળપ્રેમ આપી જાય
.                       …………………….વરસે નિર્મળ પ્રેમની વર્ષા.

#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+