October 8th 2012

ભોળા ભોલેનાથ

 

 

 

 

 

 

 

 

.

.

.

 

.                     .ભોળા ભોલેનાથ

તાઃ૮/૧૦/૨૦૧૨     (સોમવાર)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યા ભોળાના ભગવાન,જગતમાં ભોલેનાથ કહેવાય
માતા ગૌરીના ભરથાર,સારી જગત સૄષ્ટિના તારણહાર
.                   ………………………આવ્યા ભોળાના ભગવાન.
ત્રિશુળ ધારી છે અજબ અવિનાશી,પ્રેમ ભક્તિએ હરખાય
સ્મરણૐ નમઃ શિવાયનુંકરતાં,મળેલજન્મસફળ કરીજાય
વિધી વિધાતા ગણેશજીના,એ વ્હાલા પિતા પણ કહેવાય
ગૌરીનંદન ભજન કરતાં,જીવના કર્મના બંધન છુટી જાય
.                        ……………………આવ્યા ભોળાના ભગવાન.
માયા મને પ્રભુ શિવજીની,મને પ્રેમ પિતાનો આપી જાય
પાર્વતીમાતા પ્રેમ આપે માનો,સંતાનને વ્હાલ કરી જાય
ગંગાધારી છે અવિનાશી,સકળ સૃષ્ટિના છે એ પાલનહાર
અવનીપરના બંધન છોડીને,જીવનેભક્તિએ સાચવીજાય
.                        ……………………આવ્યા ભોળાના ભગવાન.

#########################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment