October 26th 2012

સાચો આવકાર

.                     સાચો આવકાર

તાઃ૨૬/૧૦/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,મળી જાય જલાસાંઇનો પ્રેમ
આંગણે આવી આવકાર દેતાંજ,ના રહે જીવનમાં વહેમ
.                      …………………શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં.
નિર્મળતાનો સંગ રાખતાં,ના મોહ માયા કદી ભટકાય
આવી પ્રેમનીગંગા મળેજીવને,દે સુખશાંન્તિનો ભંડાર
કર્મની કેડી મળે સરળ જ્યાં,મળી  જાય દેહને સંગાથ
આચમન કરતાં અંતરથીપ્રભાતે,જીવમુક્તિએ બધાય
.                      …………………શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં.
કામણગારી આકાયા જગતમાં,જગે સૃષ્ટિ ના સમજાય
અહીંતહીં ભટકી ભીખમાગતાં,વ્યર્થ આ જીવનથી જાય
કરેલ કર્મના બંધન છે જીવને, જન્મોજન્મ મળતા જાય
આવકાર પરમાત્માને આપતાં,મુક્તિ માર્ગ મળી જાય
.                   …………………..શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં.

++++++++++++++++++++++++++++++++++++=

October 25th 2012

સાગર દીલ

.                    સાગર દીલ

તાઃ૨૫/૧૦/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાગર જેવું દીલ રાખતાં,મને  નદીઓ મળી ગઈ
આંગળીપકડી સંગેચાલતાં,વ્યાધીઓ ભાગી ગઈ
.                     …………………..સાગર જેવું દીલ રાખતાં.
માનવતાની મહેંક પ્રસરતાં,જીંદગી સચવાઇ ગઈ
સરળતાની કેડી મળતાંજ,મુંઝવણ પણ ટળી ગઈ
ભક્તિ પ્રેમની જ્યોત પ્રગટતાં,ભક્તિ પાવન થઈ
જલાસાંઇની રાહ મળતાં,આ જીંદગી ઉજ્વળ થઈ
.                       ………………… સાગર જેવું દીલ રાખતાં.
મારું તારુંની ઝંઝટ છોડતાં,સૌનુ થઈ ગયુ છે અહીં
આંગણે આવતાને પ્રેમ આપતાં,મનને શાંન્તિ થઈ
નિર્મળભાવના મનમાં રાખતાં,સરળતા મળી ગઈ
માનવતા મહેંકતા જીવે,પ્રદીપની ભક્તિસાચી થઈ
.                        ………………….સાગર જેવું દીલ રાખતાં.
વ્યાધી આવતી દુર ભાગે,જ્યાં સાચોપ્રેમ મળીજાય
ઉજ્વળતાના વાદળ વરસતાં,શ્રધ્ધા પણવધી જાય
મળેપ્રેમ વણમાગ્યો જીવને,સાચી ભક્તિએ કહેવાય
સંતોનોસાથ મળે જ્યાંજીવને,મુક્તિમાર્ગ મળી જાય
.                       …………………..સાગર જેવું દીલ રાખતાં.

++++++++++++++++++++++++++++++++++

October 24th 2012

દશેરા

.

 

 

 

 

 

 

.

.

.

.

.

.

.

.                       દશેરા

તાઃ૨૪/૧૦/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

નવરાત્રીના નવ દિવસ બાદ,હવે દશેરા આવી જાય
હિન્દુના આ તહેવારે ભક્ત રાવણને,રામ મારી જાય
.               ………………….નવરાત્રીના નવ દિવસ બાદ.
ભોલેનાથની ભક્તિ કરીને,શ્રધ્ધાએ કૃપા મેળવીજાય
સાચી ભક્તિ મનથી કરીને,ભોલેનાથને રીઝવી જાય
માગી લીધીતી માયાજગતની,જે સૌને ભડકાવી જાય
અજબશક્તિ મળતાં ભોલેની,અભિમાને એ જીવીજાય
.              …………………..નવરાત્રીના નવ દિવસ બાદ.
ઉજ્વળ જીવનમાં રાજા રાવણે,અહંકારની લીધી કેડી
માતા સીતાનું હરણ કરીને,તેણે રામની પરીક્ષા કીધી
અહંકારની કેડીને જોતાં,નારાયણે શ્રીરામનુ રૂપ લીધુ
સંત રાવણનુ દહનકરીને જગતમાં,દશેરાનુ પર્વ દીધુ
.              …………………..નવરાત્રીના નવ દિવસ બાદ.

********************************************

October 23rd 2012

સફળતા

.                    .સફળતા

તાઃ૨૩/૧૦/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સહવાસ જેનો સાચો છે,ત્યાં નિર્મળરાહ મળતી જાય
સરળતાની કેડી છે ન્યારી,જ્યાં સફળતા મળી જાય
.                        ………………..સહવાસ જેનો સાચો છે.
આંગળી પકડીને ચાલતુ બાળક,શ્રધ્ધાએ ચાલતુ  જાય
મળેઅંતરથી પ્રેમ માબાપનો,ત્યાં જીવન ઉજ્વળ થાય
સફળતા આવી બારણેરહે,કામ પુર્ણ થતાંએ મળી જાય
એજ લાયકાતછે જીવનીજગે,ના માગણી કોઇજ રખાય
.                       …………………સહવાસ જેનો સાચો છે.
મહેનત મનથી સાચી કરતાં,કેડીસફળતાની મળી જાય
ડગલે ડગલુ સાચવીને ભરતાં,ના વ્યાધી કોઇ  ભટકાય
કરતાં કામ જીવનમાં મનથી,જલાસાંઇનીય કૃપા થાય
સરળતાનો સંગ અનેરો,પાવનકર્મ જીવનમાં થઈ જાય
.                      ………………….સહવાસ જેનો સાચો છે.

+++++++++++++++++++++++++++++++

 

October 22nd 2012

પધારો અંબેમા

 

 

 

 

 

 

 

.  

 

 

.                       પધારો અંબેમા

તાઃ૨૨/૧૦/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તમારા દર્શન કાજે,હું ગરબે ઘુમી રહ્યો આજ
પ્રેમે આજ પધારો અંબેમા,મારા ખુલ્લા ઘરનાદ્વાર
.                   ………………..માડી તમારા દર્શન કાજે.
ચરણે વંદન કરતા માડી,મારા હૈયે આનંદ થાય
સરળ જીવનમાં સંગે રહેજો,એજ જીવનમાં આશ
નવરાત્રીનાનોરતા ગાતા,ઉજ્વળરાહ મળી જાય
ભક્તિ પ્રેમનો સંગ જોઇને મા,રહેજો અમારી સાથ
.                  ………………….માડી તમારા દર્શન કાજે.
કરુણા તારી પ્રેમેમળતાં,પાવનકર્મ જીવનમાંથાય
સદા સ્નેહ વરસાવી માડી,પુરણ કરજો મારી આશ
દેજો આશિર્વાદ પ્રેમે પ્રદીપને,આજન્મ સાર્થક થાય
રમા રવિ પર કૃપા કરજો,સદારહેજો દીપલને સાથ
.                  …………………માડી તમારા દર્શન કાજે.

****************************************

October 21st 2012

વંદન

.                         વંદન

તાઃ૨૧/૧૦/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રથમ વંદન જલાસાંઇને,દ્વીતીય વંદન માબાપને થાય
ત્રીજાવંદન થાય ગુરૂજીને,અને ચોથા સાચાસંતને થાય
.                       …………………પ્રથમ વંદન જલાસાંઇને.
રાહ મળે છે મુક્તિ માર્ગની,જ્યાં જલાસાંઇની પુંજા લીધી
પરમાત્માની પકડ  છુટી,ને ભાગ્યા એ વિરબાઇ માતાથી
શ્રધ્ધા રાખીને સેવા કરતાં,અન્નદાનની રાહ સાચી લીધી
ભુખેલાની ભુખભગાડી,તેમણે જીંદગી ઉજ્વળ કરીદીધી
.                       …………………પ્રથમ વંદન જલાસાંઇને.
સાંઇબાબાની જ્યોત નિરાળી,અલ્લા ઇશ્વરથી ઓળખાઇ
માનવતાની મહેંકને  પ્રસરાવી,જે જન્મ સફળ કરી લેતી
સંસારની સાચી રાહ મળતાં,માનવ જીવન સફળ કરતી
મુક્તિ માર્ગની અદભુત કેડી,સાચી શ્રધ્ધાએ મળી રહેતી
.                       …………………પ્રથમ વંદન જલાસાંઇને.
વંદન પ્રેમે માબાપને કરતાં,આશીર્વાદની ગંગા વહેતી
આગમન અવનીપર જીવને,માબાપની કૃપાએ મળતી
મળે પ્રેમથી આશીર્વાદ માબાપના,સુખની વર્ષા થાતી
મોહમાયાના વાદળને છુટતાં,ધન્ય જીવન જાય આપી
.                      …………………પ્રથમ વંદન જલાસાંઇને.
ગુરૂને વંદન પ્રેમથી કરતાં,દેહને સાચી રાહ મળી જાય
ઉજ્વળ જીવનની કેડી બતાવી,સાર્થકજીવન કરી જાય
ભણતરની આકેડી નિરાળી,ગુરૂના આશીર્વાદે મેળવાય
વંદન ગુરૂને પ્રેમે કરતાં,પાવનકર્મ જીવનમાં થઇ જાય
.                      …………………પ્રથમ વંદન જલાસાંઇને.
ભગવાની જ્યાં માયા છે દેહને,ના કળીયુગથી છટકાય
વણમાગેલી આફતમાં રહીને,નાઉધ્ધાર કોઇનો કરાય
સાચાસંતની ઓળખમળતાં,વંદનપ્રેમથી તેમને થાય
આશીર્વાદ અંતરથી મળતાં,માનવ જન્મ મહેંકી જાય
.                     ………………….પ્રથમ વંદન જલાસાંઇને.

***************************************************

October 21st 2012

ચરણ પાદુકા

.                      ચરણ પાદુકા

તાઃ૨૧/૧૦/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગમાં મળતા માનવ દેહ,જીવ પર પ્રભુ કૃપા કહેવાય
સમજણ સાચી જાણીજીવતાં,આજન્મ સફળ થઈ જાય
.                      …………………જગમાં મળતા માનવ દેહ.
શરણું પરમાત્માનું લેવા,સાચા સંતને પ્રેમે વંદન થાય
જલાસાંઇનીજ્યોત છે ઉત્તમ,જે પ્રભુચરણમાં લઈજાય
ભક્તિ દોર મળે જ્યાં સાચો,જીવે માનવતા પ્રસરીજાય
જન્મ મરણની અકળ લીલા,સાચી શ્રધ્ધાએ છુટી જાય
.                       ………………..જગમાં મળતા માનવ દેહ.
ચરણ પાદુકા જલાસાંઇની સ્પર્શતા,જીવન પવિત્ર થાય
મળેપ્રેમ જગતમાં માનવતાનો,જે સાચીરાહ  આપીજાય
નિર્મળતાની એક જ કેડી મળતા,પ્રભુની કૃપા વર્ષા જાય
સરળજીવનમાં સાચીકેડી,એ જીવની ઉજ્વળતા કહેવાય
.                       ………………….જગમાં મળતા માનવદેહ.

+++++++++++++++++++++++++++++++

October 19th 2012

ભીખ ભક્તિની

.                     ભીખ ભક્તિની

તાઃ૧૯/૧૦/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે દેહ માનવીનો જીવને,એજ પરમાત્માની છે પ્રીત
ભીખ માગતાં ભક્તિની પ્રભુથી,મળેમોક્ષની સાચીરીત
.                  …………………મળે દેહ માનવીનો જીવને.
માગણી અનેક જીવોની પ્રભુથી,જન્મ મળતાં શરૂ થાય
નિર્ધનને ધનવાનનીપ્રીત,જગે એ ભીખ ધનની કહેવાય
પ્રીત માગતા અહીંતહીં ફરે,ત્યાં પ્રેમનીભીખ છે કહેવાય
અવનીપરના આગમને,જીવથી અનેક માગણીઓ થાય
.                   ……………….. મળે દેહ માનવીનો જીવને.
પાવન કર્મની મળે કેડી,જ્યાં જલાસાંઇની કૃપા થઇ જાય
ભીખમાગતાં કળીયુગમાંજીવે,અનેક વ્યાધીઓ મળીજાય
પરમાત્માનેચરણે જઇને,જીવ જ્યાં સાચીભક્તિએ દોરાય
મળી જાય કૃપા ભક્તિથી,એને સાચી ભક્તિપ્રીત કહેવાય
.                     ………………..મળે દેહ માનવીનો જીવને.

%%%%%%%%%%%%%%%%%%%%%%

October 19th 2012

સાચોપ્રેમ

.                      સાચોપ્રેમ

તાઃ૧૯/૧૦/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જો સાચોપ્રેમ જીવનમાં,માનવતા મહેંકી જાય
ઉજ્વળતાના સોપાન મળતાં,જન્મ સફળથઈ જાય
.                ………………..મળે જો સાચોપ્રેમ જીવનમાં.
સિધ્ધીએ માનવીની કેડી,જે મેળવવા મહેનત થાય
સાચી શ્રધ્ધાનો સંગ રાખતાં,નિર્મળતાએ મળીજાય
પ્રેમ નિખાલસ મળે જીવને,જ્યાં સાચી શ્રધ્ધાદેખાય
ઉજ્વળતા એ સફળ કેડી છે,જે સાચા પ્રેમે મળી જાય
.               …………………મળે જો સાચોપ્રેમ જીવનમાં.
સંસ્કાર મળે જીવનમાં,ત્યાં ના આફત કોઇ અથડાય
સફળતાની સીધી રાહે,સાચો પ્રેમ જીવને મળી જાય
અગમ નિગમના ભેદ એવાં,ના માનવીને  સમજાય
ભક્તિની કેડી સાચી મળતાં,જીવન ઉજ્વળથઇજાય
.                …………………મળે જો સાચોપ્રેમ જીવનમાં.

+++++++++++++++++++++++++++++

October 18th 2012

આગમન વ્યાધીનુ

.                     આગમન વ્યાધીનું

તાઃ૧૮/૧૦/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

વ્યાધી મારે બારણે આવી,ખખડાવે છે ઘરના દ્વાર
જલાસાંઇની ધુન સાંભળી,ના ઉભીરહે એપળવાર
.               ………………… વ્યાધી મારે બારણે આવી.
ના સમય કે ના કોઇ વાર,ગમે ત્યારે એ આવી જાય
આવી મળતાં જીવને,ખોલીજાય એ તકલીફના દ્વાર
નિર્મળતાના સંગે રહેતા,જીવને મળી જાય પળવાર
આપે દુઃખની કેડી દેહને,જે જીવનમા આપે અંધકાર
.               …………………. વ્યાધી મારે બારણે આવી.
ભક્તિ સાચી મનથી કરતાં,કળીયુગનો ના રહે સંગ
મનવચન ને વાણીસાચવતાં,નાપડે જીવનમાંભંગ
સાચા સંતની કેડી નિરાળી,પામે જીવ ભક્તિનોરંગ
મુક્તિ દ્વાર સંતો ખોલતા,જીવને આપી જાય ઉમંગ
.               …………………  વ્યાધી મારે બારણે આવી.

===============================

« Previous PageNext Page »