October 18th 2012

મા તારા ચરણે

.                     મા તારા ચરણે

તાઃ૧૮/૧૦/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ચરણે તારા શીશ નમાવી,મા ભક્તિ પ્રેમ હું માગું
જીવન મારું સરળ કરીને,આ જન્મથી મુક્તિમાગું
.           …………………..ચરણે તારા શીશ નમાવી.
નવરાત્રીના પવિત્ર દીને,માગરબા તારા ગવાય
તાલીઓનો સંગ રાખતાં,તારો પ્રેમ મેળવી જાય
ભક્તિની આપવિત્રકેડી,સાચા સહેવાસેમળીજાય
અવનીપરના ભેદભુલીને,માતારા ગરબા ગવાય
.             …………………. ચરણે તારા શીશ નમાવી.
નવરાત્રીના નવ સ્વરૂપના,મા ભક્તોનેદર્શન થાય
કૃપા તારી પામીને ભક્તો,ઉજ્વળ રાહ મેળવી જાય
અંતરની ભક્તિ છે નિરાળી,માતારુ સ્મરણ થઈજાય
આવી આંગણે ભક્તિ મેળવતાં,જન્મસફળ થઈ જાય
.              ……………………ચરણે તારા શીશ નમાવી.

*************************************

October 17th 2012

લાલજીનો જન્મદીન

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                 .લાલજીનો જન્મદીન

તાઃ૧૭/૧૦/૨૦૧૨  (૧૭/૧૦/૧૯૩૮) પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મદીનની રાહ જોતાં,આજે એ આવી ગયો દેખાય
લાલજી મારા વ્હાલા,નામે સુરેશલાલથી ઓળખાય
.                               ………………….જન્મદીનની રાહ જોતાં.
બહેન અમારી શકુ નિખાલસ,તેમના પાવન કર્મથી દેખાય
બનેવી મારા અવનીએ આવી,બહેનનાએ સંગી બની જાય
આશીર્વાદ અંતરથી આપીને,નિર્મળ રાહ અમને દઈ જાય
પ્રાર્થના જલાસાંઇને કરીએ,સુખશાંન્તિથી વર્ષો જીવી જાય
.                               ……………………જન્મદીનની રાહ જોતાં.
રેખા સપના વ્હાલી દીકરીઓ,જે સંસ્કારથી જીવી જાય
મળતો પ્રેમ માબાપનો વ્હાલે,સંગે મામામામી હરખાય
સંતાનના સંતાનને નિરખી,લાલજી જીવનમાં ખુશથાય
આશીર્વાદની કેડીનાસંગે,સૌના જીવનઉજ્વળ થઈજાય
.                              ……………………જન્મદીનની રાહ જોતાં.

Happy Birthday Lalji Happy Birthday Sureshlal

October 16th 2012

પ્રીત

.                         પ્રીત

તાઃ૧૬/૧૦/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રીતની ના કેડી જીવનમાં,કે ના માગણીએ મળી જાય
શ્રધ્ધારાખી કર્મકરતાં,માનવીને સાચીપ્રીત મળીજાય
.                 …………………..પ્રીતની ના કેડી જીવનમાં.
વર્તન છે જીવનની  કેડી,જગતમાં માનવી માં દેખાય
નિર્મળતાનો સંગરાખતાં,જીવ પર પ્રીતની વર્ષા થાય
પ્રેમનીપરખ જીવનમાંમાનવીને,સહવાસથીમળીજાય
આવી આંગણે સહકારમળે,જે સાચી માનવતાકહેવાય
.                  ………………….પ્રીતની ના કેડી જીવનમાં.
મળતો જીવનેપ્રેમ જલાસાંઇનો,જ્યાં મનથી વંદનથાય
ભક્તિનીકેડી પામવાજીવથી,શ્રધ્ધાએ જ્યાં પુંજન થાય
મળે જીવને માયાનીકાતર,જ્યાં કળીયુગે જીવ ભટકાય
પ્રીતનો પ્રેમ અંતરથી નીકળે,જે મેળવતા મન હરખાય
.                 ……………………પ્રીતની ના કેડી જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++

October 16th 2012

માડીના ગરબે

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                         માડીના ગરબે

તાઃ૧૬/૧૦/૨૦૧૨  (નવરાત્રી પ્રારંભ) પ્રદીપ બ્રહ્મભટ્ટ

નોરતાની નવલી રાત્રીએ,માતાના ગરબે સૌથી ધુમાય
તાલીઓના તાલ સંગે,માડી તારા ગરબાઓ છે ગવાય
.                         ………………….નોરતાની નવલી રાતે.
એકતાલીએ મા અંબાને વંદન,બીજીએ મા કાળકા પુંજાય
ખોડીયારમાના પારણે ઝુલતા,માતા દુર્ગાનેય વંદન થાય
કૃપા છે અપરંપાર માતાની,જીવને સુખ શાંન્તિ મળી જાય
નવરાત્રીના નવ દીવસે,માડી તારા પ્રેમથી ગરબા ગવાય
.                         ………………….નોરતાની નવલી રાતે.
રુમઝુમ કરતાં સૌ ભક્તજનો,મા તારા પ્રેમે ગુણલા ગાય
અર્ચનકરતાં માડીચરણે,તને મંજીરેથી તાલ પણ દેવાય
આરતી તારી પ્રેમે કરતાં,જગતમાં માનવી મન હરખાય
સદા શીતળપ્રેમની ગંગા,ઓમાડી તારા ગરબે મળી જાય
.                      …………………….નોરતાની નવલી રાતે.
માડી તારી પ્રેમની જ્યોતે,મળેલ જન્મ સફળ પણ થાય
દ્રષ્ટિ તારી ભક્તો પર પડતાં,પાવનકર્મ જીવનમાં થાય
ગરબે માડી પ્રેમેઘુમતાં,રુમઝુમ રુમઝુમ કેડી મળી જાય
વિપદાઓ સઘળી  ભાગી જતાં,માની કૃપા અઢળક થાય
.                      …………………….નોરતાની નવલી રાતે.

**************************************************

October 15th 2012

ભોલેની ભક્તિ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                       ભોલેની ભક્તિ

તાઃ૧૫/૧૦/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલે તમારી ભક્તિ કરતાં,વ્યાધીઓ ભાગી ગઈ
નિર્મળજીવન રાહમળતાં,આજીંદગી પાવનથઈ
.                  ……………….ભોલે તમારી ભક્તિ કરતાં.
અતિ દયાળુ શ્રી ભોલેનાથને,સદાય હું નમુ છુ અહીં
પ્રેમનીપાવન જ્યોત જોતાં,કોઇ વ્યાધી રહેતી નહીં
ઉજ્વળ જીવનની રાહ મળતાં,માનવતામહેંકી ગઈ
અંતરમાં આનંદ અનેરો,જીવની જ્યોત પ્રકટી ગઈ
.                 ………………..ભોલે તમારી ભક્તિ કરતાં.
નિર્મળતાના વાદળ એવા,જીવને ભક્તિ લાગી ગઈ
માતા પાર્વતીનો પ્રેમ મળતાં,જીવનમાં શાંન્તિ થઈ
ૐ નમઃ શિવાયની નાનીકેડી,આકાશમાંપ્રસરી ગઈ
શાંન્તિના સહવાસે જીવનમાં,સૌને પ્રેમ મળે છે ભઈ
.                …………………ભોલે તમારી ભક્તિ કરતાં

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

October 14th 2012

સરળ માર્ગ

.                    સરળ માર્ગ

તાઃ૧૪/૧૨/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ જીવનમાં શાંન્તિ સ્પર્શે,જ્યાં ભક્તિમાર્ગ મળીજાય
મુક્તિ માર્ગ મળતાં જીવને,મળેલ જન્મ સફળ થઈ જાય
.                  …………………સરળ જીવનમાં શાંન્તિ સ્પર્શે.
અવિનાશીના અવતાર જગતમાં,રામ,કૃષ્ણથી ઓળખાય
અવનીપર આવી પરમાત્માએ,ઉજ્વળરાહ જીવનેદેવાઇ
નિર્મળતાનો સંગ રાખતાં,જીવને માર્ગ સરળ મળી જાય
અવનીપરના આગમનથી,માનવજન્મ સાર્થક થઈજાય
.                ………………….સરળ જીવનમાં શાંન્તિ સ્પર્શે.
મળે જીવને જ્યોત પ્રેમની,ને મળી જાય સાચો સંગાથ
અંતરમાં ના ઉભરો જાગે,કે ના મોહ માયાનોય  ભંડાર
જ્યોતપ્રેમની સંગેરહેતા,સાચીભક્તિ જીવથી થઈજાય
મળે જલાસાંઇનો પ્રેમ જીવને,જે ભક્તિમાર્ગ દઈ જાય
.                ………………….સરળ જીવનમાં શાંન્તિ સ્પર્શે.

)))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))

October 13th 2012

રામનુ સ્મરણ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                    રામનુ સ્મરણ

તાઃ૧૩/૧૦/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામનુ રટણ કરતાં,ભક્તિથી પ્રીત લાગી ગઈ
આડીઅવળી વૃત્તિ છોડતાં,સત્કર્મની કેડી મળીગઈ
.                  …………………રામનામનુ રટણ કરતાં.
પ્રભાતપહોરના પ્રથમ કિરણે,મારી અર્ચના શરૂ થઈ
પામી કૃપા જલાસાંઇની.જીવને સાચીરાહ મળી ગઈ
નિર્મળતાનો સંગ મેળવતાં,મોહમાયાયા ભાગી ગઈ
અતુટશાંન્તિ પ્રભુથીમળતાં,આ જીંદગી ઉજ્વળ થઈ
.               ……………………રામનામનુ રટણ કરતાં.
માળાનો મણકો કદીક છટકે,ના સ્મરણ કદી છટકાય
મનથીકરતાં સ્મરણસદા,કૃપાસીતારામનીમળીજાય
બજરંગબલીની પડતાંદ્રષ્ટિ,સાચી ભક્તિમનથીથાય
સુખ શાંન્તિની રાહ મળતાં,જીવ પ્રભુકૃપાએ હરખાય
.                …………………..રામનામનુ રટણ કરતાં.

**************************************

October 13th 2012

પવનસુત

.

.

.

.

.

.

 

.

.

.

.

.

.

.                         પવનસુત

તાઃ૧૩/૧૦/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

બોલો બજરંગબલી હનુમાન,એ છે પવનસુત બળવાન
સાચી ભક્તિના તારણહાર,એને શ્રી રામ ભક્ત કહેવાય
.                 ……………………બોલો બજરંગબલી હનુમાન
શ્રધ્ધા એ છે ભક્તિની કેડી,પ્રીત પરમાત્માથી મેળવાય
મુક્તિજીવને મળે પ્રેમથી.જ્યાં પ્રભુ રામની ભક્તિથાય
ગદા એતો  છે તાકાત જીવની,જે દુષ્કર્મોને આંબી જાય
શીતળતાનો સદા સાથ મળે,જ્યાં  પવનસુતને પુંજાય
.                  …………………….બોલો બજરંગબલી હનુમાન.
સિંદુરનો સંગાથ રાખતાં,જીવપર માસીતાજી રાજીથાય
અવગણતાને  ઓવારે મુકતાં,પાલનહારની કૃપા થાય
ભક્તિ છે ભંડાર કૃપાનો.જે સાચી રાહ મળતા મેળવાય
મુક્તિદ્વારખુલેછે જીવના,જ્યાંબજરંગબલીની કૃપાથાય
.                   …………………..બોલો બજરંગબલી હનુમાન.

=====================================

October 12th 2012

વિશ્વાસની કેડી

.                     વિશ્વાસની કેડી

તાઃ૧૨/૧૦/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમાં રાખતા વિશ્વાસને,જીવનમાં રાહસાચી મળીજાય
મળતાં માનવતાની  સીધી કેડીએ,તકલીફો ભાગી જાય
.                    ………………….મનમાં રાખતા વિશ્વાસને.
ડગલેપગલે સફળતા મળતી,જ્યાં મનથી મહેનત થાય
સદમાર્ગની કેડીએ જીવતા,સાચો ભક્તિમાર્ગ મળી જાય
અગમનિગમના ભેદખુલતા,જીવથીમોક્ષ માર્ગ મેળવાય
આવીઆંગણે પ્રભુકૃપામળતાં,કળીયુગી માયા ભાગીજાય
.                  ………………….. મનમાં રાખતા વિશ્વાસને.
જ્યોત પ્રેમની જળહળતા,જીવનમાં પ્રકાશ આવી જાય
મળેપ્રેમ જલાસાંઇનોજીવને,જ્યાં ભક્તિમાર્ગ મળી જાય
શ્રધ્ધા ને વિશ્વાસનીકેડીએ,જીવથી પાવનકર્મ થઈ જાય
મુક્તિની નામાગણી જીવની,જ્યાં પરમાત્મા આવી જાય
.                ……………………..મનમાં રાખતા વિશ્વાસને.

++++++++++++++++++++++++++++++++++++++

October 12th 2012

શીતળ પવન

.                        શીતળ પવન

તાઃ૧૨/૧૦/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ પવનની લહેર મળે ત્યાં,પાવન પહોર થઈ જાય
નિર્મળતાનાવાદળ વહેતા,જીવને શાંન્તિમાર્ગ મળીજાય
.                    …………………શીતળ પવનની લહેર મળે.
સરળ જીવનનીરાહ મળતાં,માનવ જન્મસાર્થક થઇજાય
સાચી શ્રધ્ધા એજ કેડી જીવનની,સુખ શાંન્તિ આપી જાય
મળે કદીના માયા જીવને,કે ના કદી મોહ આવી અથડાય
સરળજીવનની કેડી મળે જીવને,સાચી ભક્તિએ સહેવાય
.                   ………………….શીતળ પવનની લહેર મળે.
અંતરમાં જાગેલી ઉર્મીને,જલાસાંઇની કૃપાએજ મેળવાય
સાર્થક માનવજન્મ થાય જીવનો,ત્યાં કર્મબંધન છુટીજાય
શીતળતાના વાદળ વરસતાં,જીવથીઉજ્વળતામેળવાય
સાચી રાહ મળતાં જીવને,મળેલઆજન્મ સફળ થઇ જાય
.                   …………………. શીતળ પવનની લહેર મળે.

===================================

« Previous PageNext Page »