October 16th 2012

માડીના ગરબે

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                         માડીના ગરબે

તાઃ૧૬/૧૦/૨૦૧૨  (નવરાત્રી પ્રારંભ) પ્રદીપ બ્રહ્મભટ્ટ

નોરતાની નવલી રાત્રીએ,માતાના ગરબે સૌથી ધુમાય
તાલીઓના તાલ સંગે,માડી તારા ગરબાઓ છે ગવાય
.                         ………………….નોરતાની નવલી રાતે.
એકતાલીએ મા અંબાને વંદન,બીજીએ મા કાળકા પુંજાય
ખોડીયારમાના પારણે ઝુલતા,માતા દુર્ગાનેય વંદન થાય
કૃપા છે અપરંપાર માતાની,જીવને સુખ શાંન્તિ મળી જાય
નવરાત્રીના નવ દીવસે,માડી તારા પ્રેમથી ગરબા ગવાય
.                         ………………….નોરતાની નવલી રાતે.
રુમઝુમ કરતાં સૌ ભક્તજનો,મા તારા પ્રેમે ગુણલા ગાય
અર્ચનકરતાં માડીચરણે,તને મંજીરેથી તાલ પણ દેવાય
આરતી તારી પ્રેમે કરતાં,જગતમાં માનવી મન હરખાય
સદા શીતળપ્રેમની ગંગા,ઓમાડી તારા ગરબે મળી જાય
.                      …………………….નોરતાની નવલી રાતે.
માડી તારી પ્રેમની જ્યોતે,મળેલ જન્મ સફળ પણ થાય
દ્રષ્ટિ તારી ભક્તો પર પડતાં,પાવનકર્મ જીવનમાં થાય
ગરબે માડી પ્રેમેઘુમતાં,રુમઝુમ રુમઝુમ કેડી મળી જાય
વિપદાઓ સઘળી  ભાગી જતાં,માની કૃપા અઢળક થાય
.                      …………………….નોરતાની નવલી રાતે.

**************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment