August 22nd 2009
भक्ति रामनामकी
ताः२/५/१९८३ प्रदीप ब्रह्मभट्ट
राम बीना कुछ ना हीं जगमें
भजीले मनवा अब एकही पलमें
कौन जाने कल क्या होगा जीवनमें
पलका है नहीं अब कोइ भरोसा.
………राम बीना कुछ नाहीं.
ना कोइ तेरा है ना अब कोइ मेरा
साथचले अब संग हमारे नाकोइ
अपने वाले होते ही है सब अपने
आताजाता है जीव अपने करमसे
…….. राम बीना कुछ नाहीं.
ना कोइ संगी है ना कोइ साथी
सबको है अपनी अपनीही कहानी
करते है जो भरते है भी वो
जीव जीवनकी यही है जींदगानी
……..राम बीना कुछ नाहीं.
++++++++++++++++++++++++++++++++++
August 22nd 2009
સાચી કેડી
તાઃ૨૧/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવુ એ સંસારથી ભગાડે,ને પાઘડી પરમાત્માથી
સાચી કેડી સંસારમાં માણી,એ છે જલાસાંઇનીજોડી
……ભગવુ એ સંસારથી.
સંસારના શીતળ પ્રેમમાં,માણ્યો પ્રેમ સંબંધીઓનો
ના દેહનાઅભિમાન કર્યા,કે નામાગ્યા કોઇથીમોતી
જન્મસફળ એ કરી ગયા,જ્યાં શ્રધ્ધા દિલમાં પેઠી
…….ભગવુ એ સંસારથી.
ડગલુ માંડતા મળે માણસાઇ,ના માગી કોઇ સગાઇ
આવે આંગણે પ્રભુ કૃપાળુ,ભીખદેવામાં છે માણસાઇ
શ્રધ્ધારાખી રામશ્યામમાં,જીવન ઉજ્વળ કર્યુધામમાં
……..ભગવુ એ સંસારથી.
માળાના ના બંધનલીધા કેનાખોલ્યા મંદીરનાદ્વાર
તોય ભક્તિને માણીલીધી ને પ્રભુકરે આવી પોકાર
દાન દીધા છે માગણીએ જે સંસ્કારથી પલળીજાય
……..ભગવુ એ સંસારથી.
===================================
August 22nd 2009
સ્નેહાળ જ્યોત
તાઃ૨૧/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્નેહ પ્રેમની જ્યોત અનેરી, જીવન મહેંકી જાય
અંતરમાં ઉભરે આનંદઅનેરો,ને હૈયુ ભરાઇ જાય
……સ્નેહ પ્રેમની જ્યોત.
લાગણી એવી મળી જાય,નેઉજ્વળ જીવન થાય
આનંદનીલહેર પણ અનેક,જે અતિસ્નેહ દઇ જાય
……સ્નેહ પ્રેમની જ્યોત.
માયાનો સંબંધ અનેરો, મુક્તિએ ચાલી જ જાય
જીવનીઝંઝટ છુટી જાય,ને ભવ પણ સુધરીજાય
……સ્નેહ પ્રેમની જ્યોત.
કુદરતથી જ કાયા મળે,ને મોહ દેહને લઇ જાય
મુંઝવણ માનવજીવનમાં,જે સુખદુઃખને દઇજાય
……સ્નેહ પ્રેમની જ્યોત.
મળે પ્રેમની જ્યોત જગે,જ્યાં ભક્તિ પ્રેમ થાય
આવે આંગણે સંતનોસ્નેહ,ને પાવનજીવન થાય
……સ્નેહ પ્રેમની જ્યોત.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@