August 24th 2009

બુધ્ધિનુ બલીદાન

                        બુધ્ધિનુ બલીદાન

તાઃ૨૩/૮/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

એકડો બગડો જાણી લીધો,મન તગડે છે ખચકાય
બુધ્ધિનુ બલીદાન કર્યું જ્યાં,ના આગળ સમજાય
                                             ……..એકડો બગડો જાણી.
માણી લેવા મન જગતના,છલાંગ મારી આ પાર
સમજી લીધા માનવ મનને,જે અહીંયા છે લગાર
ઉજ્વળતાની લહેર શોધવા,છેઆવી ઉભા સૌ દ્વાર
મહેંક થોડીઅહીંમાણી લેતા,થઇ જાય લાંબી કતાર
                                              ……..એકડો બગડો જાણી.
માનને મોભે ઉભા રહીને,ડરાવે જગને છે પળવાર
ના મળતી માનવતાનીમહેંક,ના દેખાવનોકોઇપ્રેમ
બુધ્ધિ બબડે બલીદાનમાં,આ જગતમાં કેવો વ્હેમ
અટકી અટકી લટકી ચાલે,ના માનવ જીવન ક્ષેમ
                                              ……. એકડો બગડો જાણી.

()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()

August 24th 2009

અંતરનો પ્રેમ

                            અંતરનો પ્રેમ

તાઃ ૨૨/૮/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ હ્રદયમાં ઉભરી આવે, ના કોઇથી જાણી શકાય
મળી જાય એ માનવતાએ,જીવન પણ ઉજ્વળથાય
                           …….. પ્રેમ હ્રદયમાં ઉભરી આવે.
લાગણી આવે જ્યાં આંગણે, સૌથી એ જોવાઇ જાય
મનના મેળ ને હેત જગમાં, આંખોથી પરખાઇ જાય
પ્રેમ મનથી મળી જાય,ત્યાં હેત હૈયેથી વરસી જાય
સ્પંદન એવા આવી જાય,જે નૈનોમાં જ દેખાઇ જાય
                          …….. પ્રેમ હ્રદયમાં ઉભરી આવે.
માનવતાની મહેંક જ્યાંમળે,ત્યાં ભક્તિપ્રેમ થઇ જાય
નિર્મળ સ્નેહનાબંધન એવા,જ્યાં સ્વાર્થસદા અકળાય
મળતો ખોબે પ્રેમ સાચો જ્યાં,ના ઢગલો ત્યાં દેખાય
અમરત્વના આંગણે એવો,અંતરનો પ્રેમ જ મળીજાય
                           …….. પ્રેમ હ્રદયમાં ઉભરી આવે.

+++++++++++++++++++++++++++++++++++