માગણીની હદ
માગણીની હદ
તાઃ૧૨/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથીમાગું એટલું જ દેજો, ના દેજો મને વધાર
ભુલથી વધાર માગુતો,બાપા દેજો મને અણસાર
………મનથી માગું એટલું.
જીવ જગતની માગણી મોટી, ના તેનો કોઇ પાર
ભક્તિમાગુ,પ્રેમ માગુ,મળે નહીં દીલથી પળવાર
………મનથી માગું એટલું.
બાપા લેજો હાથ પકડી,ટેકાની જ્યાં જરુર જણાય
માનવમનને પ્રેમ દેજો,જીવને ભક્તિએ લઈ જાય
………મનથી માગું એટલું.
રામનામની માળા લીધી,ત્યાં જીવની પામ્યા પ્રીત
પ્રભુ પ્રેમને પામી લેતા,પત્ની દઇ છોડી જગનીરીત
………મનથી માગું એટલું.
અંતરમાં ઉમંગ અનેરો, દેજો પ્રેમની લહેર અનેક
આવજો આંગણે સુર્યોદયથી,ઉજ્વળ લઇને જ્યોત
………મનથી માગું એટલું.
દેહને માયા વળગી મારે, ના અળગી કોઇ કાળે
ચાલસે જીવને પકડી હારે,અંત આવે ત્યાં સુધી
………મનથી માગું એટલું.
=========================================