August 14th 2009

લગામ

                               લગામ

તાઃ૧૨/૮/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

લગામ,લાકડીનો સંબંધ અનેરો હાથમાં આવી જાય
એક જ રાહે ચાલી જાણે,જગમાં જીવન ઉજ્વળથાય
                                         ………..લગામ,લાકડીનો સંબંધ.
લગામ જ્યાં ઘોડાને બાંધી,ત્યાં  સીધી રાહે જ જાય
સફળતાના સોપાન ચઢે,જ્યાં એ હાથમાં જ દેખાય
સરળતા અને સિધ્ધી તણા, માર્ગે સીધા જ એ જાય
ના આવે કોઇ ઓટ મધ્યે,મંજીલે એ પહોંચી જ જાય
                                         ………..લગામ,લાકડીનો સંબંધ.
લાકડીનો જ્યાં મળે સહારો,ત્યાં સીધી રાહે જ જાય
હાથમાં જ્યાં એ બને ટેકો,ત્યાં પગદંડી પણ કપાય
ઉગામતા જો વાર નાલાગે,તો મળી જાય અણસાર
ના અટકણ કોઇ આવે રાહે,કે ના પગ લટકી જાય
                                         ………..લગામ,લાકડીનો સંબંધ.

=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-