August 28th 2009

ભક્તિપ્રેમનો દીવો

                      ભક્તિપ્રેમનો દીવો

તાઃ૨૮/૮/૨૦૦૯                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોતપ્રેમની થઇ વિરપુરમાં,
                                   ભક્તિને દીધો છે પ્રકાશ
ધરતીના જન્મને બિરદાવી
                       પ્રભુપ્રેમમાં આંબી લીધુ આકાશ.
                                               ……..જ્યોતપ્રેમની થઇ.
જલારામની કેડી સાચી, ભક્તિને પ્રેમથી કરી લીધી
જન્મસફળ કરવાને કાજ,જગતજીવ ભક્તિ કરે આજ
મત્યુનેદેહને મળે જગમાં,જન્મ મળે અવનીએ જ્યાં
લાગશે માયામોહના બંધન,નામળશે જીવનેસ્પંદન
                                               ……..જ્યોતપ્રેમની થઇ.
માવિરબાઇની રાહસાચી,ભરથારની આજ્ઞામાંવિશ્વાસ
આજ્ઞાને આદર કરી,જીવન જગમાં ઉજ્વળકરી લીધું
સંસ્કાર સ્નેહને  પામી આદેહે, મુક્તિ પ્રેમે લીધી સદેહે
આવ્યા આંગણે પિતાજગતના,માગ્યા ભક્તિએ દાન
                                               ………જ્યોતપ્રેમની થઇ.

===================================