August 23rd 2009

मैं रोटीवाला

                      मैं रोटीवाला

ताः२२/८/२००९                     प्रदीप ब्रह्मभट्ट

मैं रोटी ऐसी बनाउ, जो मुहमें पानी लाये
खाओ सबजीके साथ,ना भुल पायेवो खाके
                                      …….मैं रोटी ऐसी बनाउ.
बनती ऐसी गोलमटोल,जल्दी पेटमे पचती
एक खाओ दुसरी तोडो,
        दो दो खाके ख्वाबोसे नाता तुम जोडो
                                       …….मैं रोटी ऐसी बनाउ.
सबजी थोडीही लेते,पर रोटीकोप्रेम वो देते
उंगली दांत तले दबजाये,
       जब रोटी मेरी आप प्यारसे है खाते
                                      …….मैं रोटी ऐसी बनाउ.
गरमागरम जब होती,गांवकी याद देजाती
दौडे आते सामने वाले,
      महेंकसे आती सेहदमें और एक तेजी
                                        ……मैं रोटी ऐसी बनाउ.

=================================

August 22nd 2009

भक्ति रामनामकी

                       भक्ति रामनामकी

ताः२/५/१९८३                        प्रदीप ब्रह्मभट्ट

राम बीना कुछ ना हीं जगमें
                भजीले मनवा अब एकही पलमें
कौन जाने कल क्या होगा जीवनमें
                पलका है नहीं अब कोइ भरोसा.
                               ………राम बीना कुछ नाहीं.
ना कोइ तेरा है ना अब कोइ मेरा
                साथचले अब संग हमारे नाकोइ
अपने वाले होते ही है सब अपने
               आताजाता है जीव अपने करमसे
                               …….. राम बीना कुछ नाहीं.
ना कोइ संगी है ना कोइ साथी
               सबको है अपनी अपनीही कहानी
करते है जो भरते है भी  वो
                जीव जीवनकी यही है जींदगानी
                               ……..राम बीना कुछ नाहीं.

++++++++++++++++++++++++++++++++++

August 22nd 2009

સાચી કેડી

                         સાચી કેડી

તાઃ૨૧/૮/૨૦૦૯                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભગવુ એ સંસારથી ભગાડે,ને પાઘડી પરમાત્માથી
સાચી કેડી સંસારમાં માણી,એ છે જલાસાંઇનીજોડી
                                      ……ભગવુ એ સંસારથી.
સંસારના શીતળ પ્રેમમાં,માણ્યો પ્રેમ સંબંધીઓનો
ના દેહનાઅભિમાન કર્યા,કે નામાગ્યા કોઇથીમોતી
જન્મસફળ એ કરી ગયા,જ્યાં શ્રધ્ધા દિલમાં પેઠી
                                     …….ભગવુ એ સંસારથી.
ડગલુ માંડતા મળે માણસાઇ,ના માગી કોઇ સગાઇ
આવે આંગણે પ્રભુ કૃપાળુ,ભીખદેવામાં છે માણસાઇ
શ્રધ્ધારાખી રામશ્યામમાં,જીવન ઉજ્વળ કર્યુધામમાં
                                    ……..ભગવુ એ સંસારથી.
માળાના ના બંધનલીધા કેનાખોલ્યા મંદીરનાદ્વાર
તોય ભક્તિને માણીલીધી ને પ્રભુકરે આવી પોકાર
દાન દીધા છે માગણીએ જે સંસ્કારથી પલળીજાય
                                      ……..ભગવુ એ સંસારથી.

===================================

August 22nd 2009

સ્નેહાળ જ્યોત

                              સ્નેહાળ જ્યોત

તાઃ૨૧/૮/૨૦૦૯                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહ પ્રેમની જ્યોત અનેરી, જીવન મહેંકી જાય
અંતરમાં ઉભરે આનંદઅનેરો,ને હૈયુ ભરાઇ જાય
                                   ……સ્નેહ પ્રેમની જ્યોત.
લાગણી એવી મળી જાય,નેઉજ્વળ જીવન થાય
આનંદનીલહેર પણ અનેક,જે અતિસ્નેહ દઇ જાય
                                   ……સ્નેહ પ્રેમની જ્યોત.
માયાનો સંબંધ અનેરો, મુક્તિએ ચાલી જ જાય
જીવનીઝંઝટ છુટી જાય,ને ભવ પણ સુધરીજાય
                                   ……સ્નેહ પ્રેમની જ્યોત.
કુદરતથી જ કાયા મળે,ને મોહ દેહને લઇ જાય
મુંઝવણ માનવજીવનમાં,જે સુખદુઃખને દઇજાય
                                   ……સ્નેહ પ્રેમની જ્યોત.
મળે પ્રેમની જ્યોત જગે,જ્યાં ભક્તિ પ્રેમ થાય
આવે આંગણે સંતનોસ્નેહ,ને પાવનજીવન થાય
                                   ……સ્નેહ પ્રેમની જ્યોત.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

August 21st 2009

દેહના બંધન

                   દેહના બંધન

તાઃ૨૦/૮/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

દશે દિશાએ વળગી ચાલે, મળેલ જગના બંધન
અવનીપરના અવતરણમાં,જીવને મળેજ સ્પંદન
                              ………દશે દીશાએ વળગી ચાલે.
ચાર દિશા ને ચાર ખુણા, ને અંબર ધરતી સંગ
માનવ જન્મમાં જ્યોત પ્રેમની,લાવે અનેક રંગ
મારુંતારું માયાનુ બંધન,ના કાયાથી એ અળગુ
ડગલુ એક માંડતા સંગે,ચાલે એ જીવથી સધળુ
                              ………દશે દીશાએ વળગી ચાલે.
ઉત્તર,દક્ષીણ,પુર્વને પશ્ચીમ,પૃથ્વી પરની છે  દિશા
ઇશાન,અગ્નિ,નૈરુત્યનેવાયવ્ય,ખુણા ધરતી પરના
અંબરને ના આંબી શકે કોઇ, ના ધરતી કોઇને છોડે
નાસહારો મળે પ્રભુનો,ના છુટેમળતા દેહના બંધન
                              ………દશે દીશાએ વળગી ચાલે.

+++++++++++++++++++++++++++++++++++

August 21st 2009

રંગ અનેરો

                              રંગ અનેરો

તાઃ૨૦/૮/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનો છે રંગ એવો,ના માયા વળગે આ દેહે
અવની પરના આગમનમાં,એ લાવે રંગઅનેરો
                                  ………ભક્તિનો છે રંગ એવો.
કુદરતની છે અસીમ કપા,જ્યાં ભક્તિએ ભરોશો
સાચી માનવ સેવા કરતાં,લાગે   જીવન અનેરુ
મળતી માયા આકાયાને,જે મોહને વળગી ચાલે
સાચા સંતનીમાયા એવી,આવે જીવે સદાપહેલી
                                 ………ભક્તિનો છે રંગ એવો.
કરતા જગના કામ મળેલા,તો ય ના લાગે મોહ
કરીપાવન જન્મ આદેહે,અમર જલાસાંઇનો જંગ
મળીગયો પ્રેમ પ્રભુનો,લીધો જ્યાં ભક્તિનો સંગ
સફળમાનવ જન્મ થયો,નેમળ્યો જીવનમાં રંગ
                              ………..ભક્તિનો છે રંગ એવો.

૦૧૦૧૦૧૦૧૦૧૦૧૦૧૦૧૦૧૦૧૦૧૦૧૦૧૦૧૦૧૦૧૦૧૦૧૦૧૦૧૦૧૦૧

August 20th 2009

ભક્ત અને ભક્તિ

                     ભક્ત અને ભક્તિ

તાઃ૨૦/૮/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

લગની લાગી જલારામથી, મનમાં આનંદ થાય
શરણુ લેતા જલાસાંઇનુ,જીવ ભક્તિએ વળીજાય
                        ……..લગની લાગી જલારામથી.
માયાના બંધન ના વળગે,ને કાયાના ના મોહ
જીવને મળેલ માનવ જન્મ,ઉજ્વળ આવે અંત
સ્મરણ જલાનું મનથી કરતાં,મહેંકે ભક્તિ સંગ
મુંઝવણ જગમાં ભાગેદુર,જ્યાં જલાસાંઇનો રંગ
                      …….. લગની લાગી જલારામથી.
સંસારની માયાનો રંગ,ભક્તિએ જ ભાગી  જાય
નાવળગી ચાલે જીવને,જ્યાં માળા આવી હાથે
લાગેલગની પ્રભુસ્મરણથી,ને હૈયુ રામથી લાગે
આવે જ્ન્મનો અંત ન્યારો,જ્યાં જલાસાંઇ આવે
                      …….. લગની લાગી જલારામથી.

=+++++++++++++++++++++++++++++++++=

August 16th 2009

પગલાંની ઉંમર

                         પગલાંની ઉંમર

તાઃ૧૫/૮/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાપા પગલી કરતો ત્યારે નાંના  પગલાં વળી જાય
ઉંમરના ઓવારે આવતાં પગની એજ હાલત થાય
                                   ……..પાપા પગલી કરતો.
એક ડગલુ ચાલતો ત્યારે  માની આંખો ભીની થાય
હૈયુ ઉભરાય અનેરુ ત્યારે ના જેને શબ્દોમાં કહેવાય
ડગમગ ચાલતા ટેકો  છુટતા  માર્ગ પણ મળી જાય 
હરખના આંસુ માને આવે ને પિતા અનંત હરખાય
                                   ……..પાપા પગલી કરતો.
સમયની સાથે લાગીરહેતા આધીવ્યાધી ટળી જાય
એકબે ને વિદાયદેતા હવે પચીસ પચાસ વહીજાય
મધુરતાની મહેંક વિસરાતા ઉંમરની અસર જણાય
ડગલુ માંડતા લાકડી  શોધુ ના હવે  ડગલુ જવાય
                                     ……..પાપા પગલી કરતો.

###################################

August 15th 2009

દરીયા દીલ

                          દરીયા દીલ

તાઃ ૧૫/૮/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીલ મારુ છે દરીયા જેવું,ને મનમારું ભઇ ખોબે
પ્રેમનો ઉભરો મળે મોટો, ના મન માગણી શોધે
                              ……….દીલ મારુ છે દરીયા જેવું.
પગલુ માંડતા મન વિચારે,ક્યાંક મળે ના ક્ષોભ
જીવન ઉજ્વળ જગમાં માગુ,ના મળે કોઇ લોભ
આવી આંગણે માગણી ઉભી,ના જગમાં છે ખોટ
અટકી અટકી દોડી રહે એ,ના છોડે જીવને છેક
                              ……….દીલ મારુ છે દરીયા જેવું.
મનપર રાખી લગામ,જ્યાં જગજીવન સમજાય
ના અપેક્ષાકે મોહજગમાં,ના તેને કોઇ અણસાર
માગણીકરતોપરમાત્માથી,દેજો જલાસાંઇનોપ્રેમ
જન્મ સફળથઇ ઉજ્વળ જીવન,મળે ફરી નાદેહ
                              ……….દીલ મારુ છે દરીયા જેવું.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

August 15th 2009

ટેબલ ખુરશી

                               ટેબલ ખુરશી

તાઃ૧૨/૮/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ટાય બાંધી પહેરણ પર, ને હાથમાં રાખ્યો રુમાલ
બુટ પહેર્યા ચાલવા માટે,ને ખીસ્સામાં રાખી પેન
                                  ……..ટાય બાંધી પહેરણ પર.
ઇસ્ત્રીવાળા કપડાં પહેરી,નાંખવા નીકળ્યો અરજી
માનનો મોભો ને ડોક ઉંચી, આંખો પણ કતરાય
નીચેના થોડુંય જોતા, અચાનક ખાડામાં પડાય
ના કોઇએ જોયો મને,ના ચારેબાજુ કોઇ દેખાય  
                                ……..ટાય બાંધી પહેરણ પર.
ટેબલના ચાર પાયા,ને ખુરશીને પણ પાયા ચાર
ના ખ્યાલરહ્યો અહીં આવીને,કે ના બેપગે દોડાય
લાડી મારી ઘેર રહી છે,પણ ગાડી જ્યાં ત્યાં જાય
ટેબલ ખુરશી શોધતામને,મળ્યા લારીનાપૈડાચાર
                                ……..ટાય બાંધી પહેરણ પર.
કાર્ટ ખેંચતા કૉલર છુટ્યા, ને ઇસ્ત્રી પણ દોડી  ગઇ
પેન્ટશર્ટ તો ભુલાઇ ગયા,ટીશર્ટ જીન્સ મળ્યાઅહીં
માથે  ટોપી પણ આવીગઇ,જાણે જોકર સર્કસ મઇ
અંત એવો આવી ગયો અહીં,ને નોકરી મળી નહીં
                                ……..ટાય બાંધી પહેરણ પર.

===================================

« Previous PageNext Page »