August 16th 2009

પગલાંની ઉંમર

                         પગલાંની ઉંમર

તાઃ૧૫/૮/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાપા પગલી કરતો ત્યારે નાંના  પગલાં વળી જાય
ઉંમરના ઓવારે આવતાં પગની એજ હાલત થાય
                                   ……..પાપા પગલી કરતો.
એક ડગલુ ચાલતો ત્યારે  માની આંખો ભીની થાય
હૈયુ ઉભરાય અનેરુ ત્યારે ના જેને શબ્દોમાં કહેવાય
ડગમગ ચાલતા ટેકો  છુટતા  માર્ગ પણ મળી જાય 
હરખના આંસુ માને આવે ને પિતા અનંત હરખાય
                                   ……..પાપા પગલી કરતો.
સમયની સાથે લાગીરહેતા આધીવ્યાધી ટળી જાય
એકબે ને વિદાયદેતા હવે પચીસ પચાસ વહીજાય
મધુરતાની મહેંક વિસરાતા ઉંમરની અસર જણાય
ડગલુ માંડતા લાકડી  શોધુ ના હવે  ડગલુ જવાય
                                     ……..પાપા પગલી કરતો.

###################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment