July 27th 2011

માટીની પરખ

.                      માટીની પરખ

તાઃ૨૭/૭/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનો સંબંધ છે દેહથી,જે જન્મે માટીથીજ  પરખાય
માતાના દુધની એ સુવાસ,તેના વર્તનથી ઓળખાય
.                         ………….જીવનો સંબંધ છે દેહથી.
અવનીની આ વિશાળભુમી,પણ પવિત્ર થોડી કહેવાય
પાવનકર્મની કેડી દેવા,પરમાત્મા જ્યાં અવતરી જાય
ભારત એવી કર્મભુમી છે,જ્યાં શ્રીરામકૃષ્ણ જન્મી જાય
ભક્તિભાવની રાહ બતાવીને,આ જન્મ સફળ કરી જાય
.                      …………જીવનો સંબંધ છે દેહથી.
હાય બાયની ટૂકી લાગણી,અહીં આવી ને જ સમજાય
મળતાં ઉભરે પ્રેમ દેખાવનો,જે જતાં જ વિસરાઇ જાય
મારુ તારુ ત્યાં અટકીજ રહે,જ્યાં સુધી દેખાવ ટકી જાય
સહજતાં જે રહે જન્મ સંગે,અહીં આવીને વિસરાઇ જાય
.                        ………..જીવનો સંબંધ છે દેહથી.

———————————————-

July 27th 2011

વૈકુન્ઠનો વાસ

.                       વૈકુન્ઠનો વાસ

તાઃ૨૭/૭/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમની જ્યોત જલે,ને હૈયામાં અતિઆનંદ થાય
માયામોહની ના કોઇ ચિંતા,જ્યાંમળી જાય વૈકુન્ઠી વાસ
.                     …………..નિર્મળ પ્રેમની જ્યોત જલે.
કૃપા મળે કરતારની જીવને,જ્યાં ભક્તિ પ્રેમનો છે સંગાથ
આરતી અર્ચન પુંજનકરતાં,જીવને મળે છે જગત નાનાથ
કર્મ બંધનની છે જગમાં કેડી,ના કોઇ જીવથીય એ છોડાય
મુક્તિમાર્ગની  સરળછે ચાવી,જે  ભક્તિનાદ્વાર ખોલી જાય
.                         …………નિર્મળ પ્રેમની જ્યોત જલે.
સ્વર્ગની સાચી કેડી મળે,જગતપર જ્યાં સત્કર્મો સહેવાય
દેહને મળતી કૃપા પ્રભુની,જ્યાં સાચા સંતોને વંદન થાય
નિર્મળ ભાવનાનો સંગ રાખતાં,જીવ પર પ્રભુ દ્રષ્ટિ થાય
મળી જાય વૈકુન્ઠનો વાસ જીવને,નેજન્મમરણ ટળી જાય
.                           ………….નિર્મળ પ્રેમની જ્યોત જલે.

==================================