July 23rd 2011

મુ.વલીભાઇને સપ્રેમ

               મુ.વલીભાઇને સપ્રેમ
        (પ્રદીપ બ્રહ્મભટ્ટ,વિજયભાઇ શાહ)
તાઃ૨૩/૭/૨૦૧૧                            હ્યુસ્ટન.

પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા,મળતાં આનંદ થાય
મા સરસ્વતી સંતાનને જોતાં,હૈયુ અમારુ હરખાય
                    ……….પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા.
કલમનીકેડી સરળતમારી,વાંચી વાંચકો ખુશ થાય
નિર્મળભાવનો પ્રેમમળતાં,ગુજરાતીઓ રાજી થાય
જ્યોત પ્રેમની પ્રગટાવી તમે,જે અમને દોરી જાય
ભાષા ચાહકને આંગળી ચીંધી,જે હ્યુસ્ટનમા દેખાય
                    ……….પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા.
મળ્યા મુ.વલીભાઇ અમને,અંતરમાં આનંદ થાય
આશીર્વાદની એકજ દોરે,અમારાહૈયા ખુબ હરખાય
મળશે પ્રેમ હ્રદયનો અમને,કલમથી કાગળો ભરાય
ગુજરાતીની ચાહત વધશે,ને ગ્રંથો બનશેય અપાર
                       ………પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા.
પ્રદીપના વંદન શ્રી વલીભાઇને,જે વડીલ જ કહેવાય
કલમનીકેડી સૌથી નીરાળી,વાંચી વિજયભાઇ હરખાય
આવ્યા આજે હ્યુસ્ટન ગામે,તક અમને ત્યાં મળી જાય
રાખજો કૃપાપ્રેમ અમોપર,જે કલમની કેડીએ લઈજાય
                      ………..પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા.

+++++++++++++++++++++++++++++++=
     પાલનપુરથી મુ.શ્રી વલીભાઇ મુસા અત્રે હ્યુસ્ટન પધાર્યા છે
તેમને અહીંના સાહિત્ય પ્રેમી અને લેખકોની યાદ રૂપે આ લખાણ
સપ્રેમ હું અર્પણ કરુ છું.

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ   તાઃ૨૩/૭/૨૦૧૧

July 23rd 2011

મુક્તિ માર્ગ

                       મુક્તિ માર્ગ

તાઃ૨૩/૭/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા એ છે જીવની દોરી, ને દેહથી વર્તન થાય
ભક્તિ એતો મનની શક્તિ,જે મુક્તિએ દોરી જાય
                      …………શ્રધ્ધા એ છે જીવની દોરી.
દેહમળતાં જીવને જગે,માનવી,પ્રાણી છે ઓળખાણ
માનવ જન્મ એજ સાર્થકતા,જે મુક્તિએ લઈ જાય
પ્રાણીદેહ એ નિરાધારતા,જ્યાં ત્યાં ભટકીને જીવાય
જીવને જકડે માયા જીવનમાં,ના કોઇથી એ છોડાય
                     ………… શ્રધ્ધા એ છે જીવની દોરી.
મતીને છે મોહમાયાના બંધન,કળીયુગે ભટકી જાય
ગજાનંદની એક દ્રષ્ટિએ,જીવથી મુક્તિદોર મેળવાય
છુટે બંધન જગનાજીવને,જ્યાં સાચીભક્તિ સહેવાય
બંધન છુટે જન્મમરણના,જ્યાં મુક્તિમાર્ગ મળીજાય
                       ………..શ્રધ્ધા એ છે જીવની દોરી.

*************************************

July 23rd 2011

પકડી આંગળી

 

 

 

 

 

 

 

.

.                       પકડી આંગળી

તાઃ૨૩/૭/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક પકડતાં આંગળી માની,બાળક ચાલતું થાય
પિતાની પકડી આંગળીચાલતાં,દેહ સાર્થક થાય
                …………એક પકડતાં આંગળી માની.
એક ટકોર ને એક આંગળી,જે જીવનને દોરી જાય
બેની મુંઝવણ મનને લાગતાં,જીવન વેડફાઇ જાય
આધાર મળતા માતાનો,એ દેહ ચાલતો થઇ જાય
સમજીવિચારી જીવનજીવતાં,મોહમાયા ભાગીજાય
                 ………..એક પકડતાં આંગળી માની.
પ્રેમપિતાનો સંતાનને,જીવનની રાહ બતાવીજાય
સમજી વિચારીને જગે ચાલતાં,માનવતા મહેંકાય
જીવને મળેલ સહારો કોનો,એ તો કર્મથી સમજાય
સદકર્મનીકેડી દેહનીસાચી,જ્યાં ભક્તિ્પ્રેમથી થાય
               ………… એક પકડતાં આંગળી માની.

____________________________________

July 23rd 2011

દેહ જીવન

                           દેહ જીવન 

તાઃ૨૩/૭/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગમાં દેહ જીવન નાશ્વંત છે,જે મૃત્યુ એ સમજાય 
પ્રભુ ભક્તિમાં વિશ્વાસ રાખતાં,જીવની મુક્તિ થાય
                  ……….જગમાં દેહ જીવન નાશ્વંત છે.
કર્મની કેડીજ લાવે તાણી,જીવ અવનીએ ભટકાય
ઉજ્વળ જીવન જગે જીવતાં,દેહે રાહત મળી જાય
સુખદુઃખ બંધન છે દેહના,નાજીવનેએ સ્પર્શી જાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતાં,પ્રભુ કૃપા મળી જાય
                 ………..જગમાં દેહ જીવન નાશ્વંત છે.
કોની કેટલી ભક્તિ મનથી,એતો વર્તનથી દેખાય
વાણી વર્તન ઉજ્વળ મળતાં,જીવને શાંન્તિ થાય
રામનામની ધુન લાગતાં,સંત જલાસાંઇ હરખાય
ભક્તિરાહની જ્યોત મળતાં,વિશ્વાસ પ્રભુમાં થાય
                ………..જગમાં દેહ જીવન નાશ્વંત છે.

+++++++++++++++++++++++++++++++

July 23rd 2011

એક ટકોર

                          એક ટકોર

તાઃ૨૩/૭/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માનવીને મોહમાયા,ત્યાં વર્તન બદલાઇ જાય
અભિમાનની એક આદતે,જગમાં જીવ મુંજાઇ જાય
જીવને મળે કૃપાપ્રભુની,ટકોરે જીવન બદલાઇ જાય 
                     ………..મળે માનવીને મોહ માયા.
જગના બંધન જીવેવળગે,નેદેહ અવનીએ મેળવાય
સાચી રાહ જીવનમાં લેતાં,માનવી સદમાર્ગે દોરાય
મળે જીવનમાં સંબંધ અનેરા,ના કોઇથી એ છોડાય
એક ટકોર મળે સંતની,ત્યાં જીવનો ભવસુધરી જાય
                     ………..મળે માનવીને મોહ માયા.
આગમન અવનીએ થતાં,બાળપણથી રાહ લેવાય
મળેએક ટકોરપ્રેમની,ત્યાંદેહની જુવાની સુધરીજાય
મલતાં સહવાસ નિખાલસ,પગલુ  ભરતાં સમજાય
દેહને મળે મુક્તિજગથી,ત્યાં જન્મ સફળ થઈ જાય
                     ………..મળે માનવીને મોહ માયા.

===============================