July 2nd 2011

સંસારની કેડી

                      સંસારની કેડી

તાઃ૨/૭/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહને પકડી ચાલતી માયા,ના કોઇથી એ છુટી
કર્મબંધન જીવને જકડે,એતો નાસંસારની છેટી
                ………..દેહને પકડી ચાલતી માયા.
જીવનુ આગમન દેહછે,જે જગના બંધન દઈ દે
મળતી માયા તાંતણો છે,એ જીવને જકડી રાખે
સંસારની સાંકળપરોવે,અવનીએ લાવે વારેવારે
કુદરતની આ રીત અનોખી,ભક્તિ બચાવી જાણે
                   ……..દેહને પકડી ચાલતી માયા.
સંસારનીકેડી શીતળ મળે,જ્યાંસમજણ સંગે હોય
મારુ તારુ બને  મિથ્યા,જ્યાં સંગીની શીતળ હોય
નિર્મળ પ્રેમની ભક્તિ એવી,ના વ્યાધી દેહે  જોઇ
મળે કૃપા  જલાસાંઇની,જ્યાં મનથીજ ભક્તિ હોય
                …………દેહને પકડી ચાલતી માયા.

++++++++++++++++++++++++++++++++++

July 2nd 2011

પરદેશી

                             પરદેશી

તાઃ૨/૭/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરદેશીની પ્રીત નકામી,દગો ગમે ત્યારે દઈ જાય
સમયનો લાભ ઉઠાવી તમને,એ ભટકતા કરી જાય
                        ……….. પરદેશીની પ્રીત નકામી.
મોટી મોટી વાતો સંભળાવી,તમને લાત મારી જાય
ભોળપણના ભ્રમમાં નાખીને,તમને એ લુંટી જ જાય
ના આરો કે સહારો રહે,જ્યાં એ તમને તરછોડી જાય
આંખો ભીની રહે સદા તમારી,ના આરો કોઇજ દેખાય
                          ………..પરદેશીની પ્રીત નકામી.
ભીખમાગી ભટકતો હોય,તોય એ માલદાર કહેવાય
પરદેશપરદેશ સાંભળી ભોળાઓ,ભટકાતા થઈજાય
સાચો માર્ગ મળે શ્રધ્ધાએ,જ્યાં પરમાત્માને ભજાય
માનવતાનુ મળે જીવન,જે આજન્મ સફળ કરીજાય
                         …………પરદેશીની પ્રીત નકામી.

++++++++++++++++++++++++++++++++

July 2nd 2011

સંકટ મોચન

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                        સંકટ મોચન

તાઃ૨/૭/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સિધ્ધીના સોપાન મળે,જ્યાં રામ ભક્ત પુંજાય
સિંદુરતેલથી પુંજન કરતાં,જગે સંકટ સૌ હણાય
                        ………..સિધ્ધીના સોપાન મળે.
રામનામની માળા કરતાં,ને ભક્તિ પ્રેમથી કરતા
પ્રભુ કૃપા ને પ્રેમ માતાનો,નિર્મળ સ્નેહથી મળતા
ચપટી સિંદુર ચરણોમાં ધરીને,તેલનો દીવો કરતા
શનીવારની શીતળ સવારે,સૌ રામભક્તને ભજતા
                         ………..સિધ્ધીના સોપાન મળે.
દેહ મળે જ્યાં માનવનો,ત્યાં ભક્તિદોર છે મળતા
સંકંટને દુર ભગાવી,શ્રધ્ધાએ નિર્મળ જીવન કરતા
સીતામાતાની શોધ કરીને,શ્રી રામને જીતી લીધા
અધોગતીમાં ગદા ઘુમાવી,દુષ્ટોથીએ રક્ષણ કરતા
                         ……….સિધ્ધીના સોપાન મળે.

===============================