July 2nd 2011

પરદેશી

                             પરદેશી

તાઃ૨/૭/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરદેશીની પ્રીત નકામી,દગો ગમે ત્યારે દઈ જાય
સમયનો લાભ ઉઠાવી તમને,એ ભટકતા કરી જાય
                        ……….. પરદેશીની પ્રીત નકામી.
મોટી મોટી વાતો સંભળાવી,તમને લાત મારી જાય
ભોળપણના ભ્રમમાં નાખીને,તમને એ લુંટી જ જાય
ના આરો કે સહારો રહે,જ્યાં એ તમને તરછોડી જાય
આંખો ભીની રહે સદા તમારી,ના આરો કોઇજ દેખાય
                          ………..પરદેશીની પ્રીત નકામી.
ભીખમાગી ભટકતો હોય,તોય એ માલદાર કહેવાય
પરદેશપરદેશ સાંભળી ભોળાઓ,ભટકાતા થઈજાય
સાચો માર્ગ મળે શ્રધ્ધાએ,જ્યાં પરમાત્માને ભજાય
માનવતાનુ મળે જીવન,જે આજન્મ સફળ કરીજાય
                         …………પરદેશીની પ્રીત નકામી.

++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment