July 28th 2011

મમતાની કસોટી

.                  મમતાની કસોટી

તાઃ૨૮/૭/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

વ્હાલની નદીના નિર્મળ પાણી,જ્યાં સચવાય છે જીભની વાણી
મમતાને નાપારખ કોઇથી,એતો માતાના પ્રેમથી મળતાં જાણી
.                          ………….વ્હાલની નદીના નિર્મળ પાણી.
મળેલ માનવ જીવન સાર્થક કરવા,અવનીએ સૌ પ્રેમ મેળવતા
માન અપમાનની નાકોઇ માયા,જીવનમાં ના કદી પડે એ છાયા
ઉજવળજીવન મળે માનાઆશિર્વાદે,નામાયામોહને ઉભરો આવે
સાચીરાહ દેહને મળતાં જગતમાં,જીવ જન્મથી સદા મુક્તિ પામે
.                             …………વ્હાલની નદીના નિર્મળ પાણી.
સદવિચારની એ રાહ મળે ત્યાં,જ્યાં ભક્તિ ને મમતા સંગે રહે છે
મળતી દેખાવનીમાયા ભાગીજાતાં,નિર્મળપ્રેમની જ્યોત મળે છે
કરુણા કૃપાની અજબ છે હેલી,દઈ દે એ જીવનમાં સુવાસ  મધુરી
મળે માતાનો પ્રેમ હ્ર્દયથી,પરમાત્મા પ્રેમે મળે મુક્તિ જીવનથી
.                           ……………વ્હાલની નદીના નિર્મળ પાણી.

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

July 28th 2011

લાગણી

.                        લાગણી

તાઃ૨૮/૭/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદર કામની કેડી ન્યારી,મળતાં ધન્યજીવન થઈ જાય
લાગણીમાયા બાંધીરાખતાં,આ જીવનમુક્તિએ મહેંકાય
.                            ………….કદર કામની કેડી ન્યારી.
મનની મતિને સમજી લેતાં,તેનીગતિ ત્યાં અટકી જાય
નિર્મળતા એતો સાચી છે મુડી,જે સમયેજ પરખાઇ જાય
મળે લાગણીઆજગે દેખાવની,જે ઘડીકમાં પકડાઇ જાય
મોકળી રાખતાં જીવથી દેહે,શીતળ સવારસાંજ થઇજાય
.                             …………કદર કામની કેડી ન્યારી.
બંધ આંખે આંસુ લુછવા,નાકોઇથી હાથ કદી લાંબો થાય
નાતાકાત કોઇ જીવનેજગે,કે તે આંખમાં ડોકીયુ કરીજાય
ખુલી આંખના તો  ખેલ અનોખા,જે દુરથી જ દેખાઇ જાય
લાગણીપ્રેમ એ અંતરના,જે સાચી ભાવનાએ મળી જાય
.                             …………  કદર કામની કેડી ન્યારી.

+++++++++++++++++++++++++++++++++++

July 28th 2011

ડગલાંની દોર

.                 ડગલાંની દોર

તાઃ૨૮/૭/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગણી કદીના મનથી કરવી,એ કર્મના બંધને મેળવાય
જીવની જ્યોત પ્રગટે છે ત્યાં,જ્યાં મુક્તિ માર્ગ મળી જાય
.                     ………..માગણી કદીના મનથી કરવી.
કદમ ભરે જ્યાં બાળક ઘરમાં,ત્યાંથી ચાલતા શીખી જાય
આંગળીપકડી માતાની જ્યાં,ત્યાં દેહે સભાનતા મેળવાય
માનવદેહની સમજ અનોખી,જે તેના ડગલાથી જ દેખાય
એક એક ડગલું સાચવતાં,જીવનમાં સરળ રાહ મળી જાય
.                      ………. માગણી કદીના મનથી કરવી.
જુવાનીના જોશને સાચવી,જીવથી  ભક્તિભાવ સચવાય
નાજુક દેહને કેડી મળતાં,જીવનો આજન્મ સફળ થઈજાય
ભણતરની સીડીને જોતાં,ત્યાં મહેનતનો સંગ લેવાઇ જાય
મળે દેહને લાયકાત જીવનમાં,જે જીવન સાર્થક કરી જાય
.                      ………..માગણી કદીના મનથી કરવી.

===============================

July 28th 2011

કરતારની કલમ

.                   કરતારની કલમ

તાઃ૨૮/૭/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભાગ્ય માગે નામળતુ આ દેહે, એતો જીવની છે ઘટમાળ
ઉજ્વળ જીવન મળે ભક્તિએ,જે કરતારની કલમે લખાય
.                       ………..ભાગ્ય માગે ના મળતુ આ દેહે.
માયામોહ ને આશા નિરાશા,એતો અવની પરના છે દ્વાર
વળગે  છુટે એ દેહને અવનીએ,ના  કોઇનાથીય  છટકાય
નિર્મળરાહની જ્યોતજલે ત્યાં,જ્યાં સંત જલાસાંઇ ભજાય
પ્રભુભક્તિની આ છે અનોખીચાવી,જે પ્રભુ કૃપા દઈ જાય
.                      …………ભાગ્ય માગે ના મળતુ આ દેહે.
સરળ માર્ગની માગણી સૌની,જ્યાં જીવને દેહ મળી જાય
શીતળતાનો  સહવાસ મળે,જે સાચી ભક્તિ એ લઈ જાય
કર્મના બંધન મળે કલમથી,જ્યાં દેહથી લેણદેણ સહેવાય
મુક્તિદ્વારની ખુલે ત્યાં સાંકળ,જ્યાં નિર્મળભક્તિ થઈજાય
.                      …………ભાગ્ય માગે ના મળતુ આ દેહે.

{{{{{{{{{{{{{{{{{{{{}}}}}}}}}}}}}}}}}}}

July 28th 2011

ભોળાનાથ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                   ભોળાનાથ

તાઃ૨૮/૭/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરુણાના એ સાગર  છે,ને ભક્તોના વ્હાલા ભગવાન
મુક્તિમાર્ગની  રાહબતાવી,ઉજ્વળ કરે આ અવતાર
એવા વ્હાલા છે ભોળાનાથ,એ છે જગતપિતા સમાન
.                              …………કરુણાના એ સાગર  છે.
ગજાનંદના વ્હાલાપિતાજી,ને મા પાર્વતીના ભરથાર
સુખદુઃખના એતો છે સંગાથી,ૐ નમઃશિવાય બોલાય
પુકાર સાંભળી સાચા ભક્તોનો,રાતદીવસ ભુલી જાય
કૃપા કરે જ્યાં મહાદેવ જગતે,સૌને શાંન્તિ મળી જાય
.                               ………….કરુણાના એ સાગર  છે.
સાંઇ બાબાની જ્યોત પ્રક્ટાવી,અલા ઇશ્વર એક દીધા
ભક્તિ પ્રેમને સમજવા કાજે,શ્રધ્ધા સબુરી જગે લીધા
જન્મ મરણની નાછે કોઇ છાયા,આવી અવનીએ રહ્યા
ભક્તોને સાચીરાહચીંધીને,પૃથ્વી પરથી વિલીનથયા
.                               ………….કરુણાના એ સાગર  છે.

**********************************